ઉનાવા પોલીસ સ્ટેશનના ગુન્હામા નાસતા-ફરતા આરોપીને પકડી પાડતી ખેરોજ પોલીસ ટીમ
(સંજય ગાંધી-સાબરકાંઠા)
નાયબ પોલીસ મહાનિરીક્ષક સા.શ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ ગાંધીનગર વિભાગ, ગાંધીનગર તથા સાબરકાંઠા જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી વિજય પટેલ સાહેબ નાઓએ નાસતા ફરતા આરોપીઓ પકડવા સારુ સુચના કરેલ હોઈ જે સુચના અન્વયે નાયબ પોલીસ અધિક્ષકશ્રી સ્મિત ગોહીલ સાહેબ ઇડર વિભાગ ઇડર નાઓના સીધા માર્ગદર્શન હેઠળ અમો એન.આર.ઉમટ પોલીસ ઇન્સપેક્ટર ખેરોજ પોલીસ સ્ટેશન આ દિશામા સતત કાર્યશીલ હતા
જે દરમ્યાન આજરોજ અમો તથા સાથેના પોલીસ સ્ટાફ નાઓ પોલીસ સ્ટેશન વિસ્તારમાં લાંબડીયા માલવાસ ત્રણ રસ્તા ખાતે વાહન ચેકીંગની કામગીરી હતા તે દરમ્યાન સાથેના અ.પો.કોન્સ વિરેન્દ્રકુમાર અમૃતભાઈ બ.નં.૫૪૨ નાઓને ખાનગીરાહે બાતમી હકીકત મળેલ કે ઉનાવા પો.સ્ટે. પાર્ટ બી ગુ.ર.નં-૧૧૨૦૬૦૭૮૨૫૦૧૬૯/૨૦૨૫ ધી એન.ડી.પી.એસ. એકટ-૧૯૮૫ની કલમ-૮ (સી), ૨૦ (બી) (૨)(એ), ૨૯ મુજબ ના ગુન્હામાં નાસતો-ફરતો આરોપી શકીલ રફીકમહંમદ સફીમહંમદ શેખ ઉ.વ-૨૭ રહે કોટડાછાવણી શીતળા માતાના મંદિર પાસે તા.કોટડા છાવણી જી ઉદેપુર રાજસ્થાન નાઓ પકડવાના બાકી હોય જે એક ઇકો ગાડીમાં બેસી કોટડાછાવણી તરફ થી ખેરોજ તરફ આવે છે અને જેણે શરીરે પર સફેદ કલરનું શર્ટ તથા કમરે બ્લુ કલરનું જીન્સનુ પેન્ટ પહેરેલ છે જે હકીકત આધારે વાહન ચેકીંગ કરતા હતા તે દરમ્યાન એક ઈક્કો ગાડી આવતા જેને ઉભી રખાવી ચેક કરતા ઉપરોક્ત વર્ણનવાળો ઇસમ ગાડીમા બેઠેલ મળી આવતા જેને ગાડીમાંથી ઉતરી નામઠામ પુછતા તેણે પોતાનું નામ શકીલ રફીકમહંમદ સફીમહંમદ શેખ ઉ.વ-૨૭ રહે કોટડાછાવણી શીતળા માતાના મંદિર પાસે તા.કોટડા છાવણી જી ઉદેપુર રાજસ્થાન નો હોવાનું જણાવતો હોય અને તેઓની પુછપરછ કરતાં ઉપરોકત ગુન્હામાં સંડોવાયેલ હોઇ જેને સદરી ઇસમને ઉપરોક્ત ગુન્હાના કામે ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા કલમ.૩૫(૧)(ઈ) મુજબ આજરોજ તા.૨૯/૦૫/૨૦૨૫ ના કલાક.૧૯/૩૦ વાગે ડીટેઈન કરી તેને ડીટેઇન કરી ખેરોજ પોલીસ સ્ટેશન ખાતે લાવી આગળની ઘટીત કાર્યવાહી કરવામા આવેલ છે.
આમ, નાસતા ફરતા આરોપીને પકડવામા ખેરોજ પોલીસ ને સફળતા મળેલ છે.
(એન.આર.ઉમટ) પોલીસ ઇન્સપેક્ટર
ખેરોજ પોલીસ સ્ટેશન
કામગીરી કરનાર અધિકારી/કર્મચારી
(૧) શ્રી એન.આર.ઉમટ પોલીસ ઇન્સપેક્ટર ખેરોજ પોલીસ સ્ટેશન
(૨) આ.હેડ.કોન્સ શૈલેષભાઈ મોતીભાઈ બ.નં.૨૭૫
(૩) અ.પો.કોન્સ વિરેન્દ્રકુમાર અમૃતભાઈ બ.નં.૫૪૨
(૪) અ.પો.કોન્સ રાજુભાઈ લુમ્બાભાઈ બ.ન-૮૨૪
(૫) અ.પો.કોન્સ વિનયકુમાર લાલજીભાઈ બ.નં.૧૦૧૩
(૬) અ.પો.કોન્સ દિલીપભાઈ ખીમાભાઈ બ.નં.૭૪૬