>
Monday, June 2, 2025

વેરાવળ કોસ્ટ ગાર્ડ ખાતે ‘ઓપરેશન શિલ્ડ’ અંતર્ગત ડ્રોન હુમલાની મોકડ્રિલ યોજાઈ

વેરાવળ કોસ્ટ ગાર્ડ ખાતે ‘ઓપરેશન શિલ્ડ’ અંતર્ગત ડ્રોન હુમલાની મોકડ્રિલ યોજાઈ

 

ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા દ્વિતીય નાગરિક સંરક્ષણ એક્સર્સાઇઝ “ઓપરેશન શિલ્ડ” અંતર્ગત એક મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મોકડ્રિલનો મુખ્ય હેતુ ડ્રોન હુમલા જેવી આપાતકાલીન પરિસ્થિતિમાં વિવિધ સુરક્ષા અને રાહત સેવાઓની સક્રિયતા અને તૈયારીને સુનિશ્ચિત કરવાનો હતો.

મોકડ્રિલની શરૂઆત વેરાવળ કોસ્ટ ગાર્ડ પર ડ્રોન દ્વારા હુમલો થયો હોવાની કાલ્પનિક જાણકારી સાથે થઈ હતી. આ બનાવની જાણ થતાં જ વેરાવળ કોસ્ટ ગાર્ડના અધિકારીઓ દ્વારા તુરંત જ ગીર સોમનાથ જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમને જાણ કરવામાં આવી હતી. ડિઝાસ્ટર કંટ્રોલ દ્વારા તાત્કાલિક ધોરણે આરોગ્ય વિભાગ, ફાયર બ્રિગેડ અને અન્ય સંબંધિત વિભાગોને એલર્ટ કરવામાં આવ્યા હતા.ઘટનાસ્થળે, વેરાવળ સિટી પોલીસ, ફાયર વિભાગ અને મેડિકલ ટીમ સહિતની ઇમરજન્સી ટીમો ઝડપથી પહોંચી ગઈ હતી. ટીમો દ્વારા ડ્રોન હુમલામાં કાલ્પનિક રીતે ઇજાગ્રસ્ત થયેલા લોકોનું ઘટનાસ્થળેથી તાત્કાલિક રેસ્ક્યુ કરીને તેમને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા હતા. આ મોકડ્રિલ દરમિયાન, જુદા જુદા વિભાગો વચ્ચેનું સંકલન, પ્રતિભાવ સમય અને આપાતકાલીન સેવાઓની અસરકારકતાનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું.

આ પ્રકારની મોકડ્રિલ આધુનિક સમયમાં ઉભરી રહેલા સુરક્ષા પડકારો, ખાસ કરીને ડ્રોન ટેકનોલોજીના દુરુપયોગથી ઊભા થતા જોખમો સામે લડવા માટે અત્યંત મહત્વપૂર્ણ છે. “ઓપરેશન શિલ્ડ” જેવી કવાયતો સુરક્ષા એજન્સીઓને ભવિષ્યમાં આવી કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા માટે વધુ સજ્જ અને તૈયાર બનાવે છે.

 

બ્યુરો રિપોર્ટ: ધર્મેશ ચાવડા

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores