હિંમતનગર શહેર ડી માર્ટ મોલ માંથી એકસપાઈરી ડેટ કોલ્ડડ્રીંકસ મળી આવતાં ગ્રાહકે મચાવ્યો હોબાળો.
(સંજય ગાંધી સાબરકાંઠા)
હિંમતનગર શહેર માં આવેલ મોતીપુરા વિસ્તારમાં આવેલ ડી માર્ટ મોલ માંથી એકસપાઈરી ડેટ કોલ્ડડ્રીંકસ મળી આવતાં ગ્રાહકે હોબાળો મચાવ્યો હતો જેમાં જાગૃત નાગરિકે સમગ્ર ઘટના નો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો.ગત ૨૪/૫/૨૦૨૫ ના રોજ હિંમતનગર ના અર્જુનસિંહ ૨ મિત્રો સાથે ડી માર્ટ મોલ માં ખરીદી કરવા ગયેલ હતા એ દરમ્યાન પોતાની જરૂરિયાત અનુસાર ખરીદી કર્યા બાદ ઠંડુ પીણા ની બોટલ ખરીદી હતી જેથી અર્જુનસિંહ ની નજર ઠંડા પીણા ની બોટલ પર પડતાં તે ઠંડા પીણા ની બોટલ એકસપાઈરી ડેટ જણાતાં ડી માર્ટ ના કર્મચારી નિખીલભાઈ ને કરતાં નિખિલભાઈ એ જણાવ્યું કે અમારા સ્ટાફ ની ભૂલ ના કારણે આ એકસપાઈરી ડેટ ઠંડા પીણા ની બોટલ સેલ કાઉન્ટર પર વેચાણ કાઉન્ટર પર રહી ગયેલ છે
.અમારી નાની ભૂલ ને માફ કરશો.પરંતૂ જાગૃત નાગરિકે શહેરના નાગરિકો ના આરોગ્ય સાથે ચેડા ન થાય એ હેતુથી હિંમતનગર ના મિડીયા કર્મીને ડી માર્ટ મોલ માં બોલાવી પ્રતિક્રિયા આપી હતી જેમાં સાથે રહેલા ૨ મિત્રો અને ડી માર્ટ મોલ માં ખરીદી અર્થે આવેલા ગ્રાહકો ની હાજરી માં કર્મચારીઓએ કબૂલ કર્યું હતું કે એકસપાઈરી ડેટ ઠંડા પીણા ની બોટલ ભૂલ થી વેચાણ કાઉન્ટર પર રહી ગઈ હતી.પરંતૂ આ નાની ભૂલ કેટલી અંશે સહી લેવામાં આવે.આ બાબતે જાગૃત નાગરિકે સમગ્ર વડીયો સોશિયલ મીડિયા વાયરલ કરતાં શહેરના નાગરિકો એ પણ જણાવ્યું હતું કે આ ખોટું થઈ રહ્યું છે
જેથી ડી માર્ટ મોલ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી માંગ ઉઠી છે.આ મોટા મોટા મોલો માંથી શહેરના નાના પાર્લર વાળા અડધી કિંમતે લઈ જઈ શહેર ના નાગરિકો ના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યા છે.







Total Users : 145676
Views Today : 