ખેરોજ પોલીસ સ્ટેશનની હદમાંથી એક આરોપીની ગેરકાયદેસર બંદુક સાથે પકડી પાડતી
સાબરકાઠા એસ.ઓ.જી.
ગાંધીનગર વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ નાઓએ એ.ટી.એસ.ચાર્ટર લગત કામગીરી કરવા સુચના કરેલ હોય જે સુચના અન્વયે પોલીસ અધિક્ષકશ્રી વિજય પટેલ સાહેબ નાઓએ એસ.ઓ.જી.,પો.ઇન્સ.,ડી.સી.સાકરીયા નાઓને સુચના કરવામાં આવેલ.જે સુચના અન્વયે એસ.ઓ.જી. સ્ટાફ પેટ્રોલીંગમાં હતો દરમ્યાન પેટ્રોલીંગ ફરતો ફરતો ખેરોજ પોલીસ સ્ટેશન વિસ્તારના પોલાપણ ગામના પાટીયા ખાતે આવતાં
સાથેના અ.હે.કોન્સ. ભાવિનકુમાર રસિકલાલ બ.નં- ૪૮૧ તથા આ.પો.કોન્સ. ભાવેશકુમાર પશાભાઇ બ.નં-૯૦ નાઓને મળેલ સંયુક્ત ખાનગી બાતમી હકિક્ત અન્વયે ખેરોજ પોલીસ સ્ટેશન વિસ્તારના પોલાપણ ગામની સીમમાંથી આરોપી શકાભાઇ રત્નાભાઇ પરમાર ઉ.વ.-૬૫ રહે.વળલી ફળીયું, પોલાપણ તા.પોશીના જી.સાબરકાંઠાવાળાના કબજા ભોગવાટમાંથી દેશી બનાવટની ફુલ્લીદાર બંદુક કિ.રૂ.-૫,૦૦૦/- મળી આવતાં સદરી આરોપીને પકડી કાર્યદેસરની કાર્યવાહી કરી ખેરોજ પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો રજીસ્ટર કરવામાં આવેલ છે.
રિપોર્ટર કમલેશ સિંધી







Total Users : 145600
Views Today : 