>
Wednesday, July 2, 2025

ઉના તાલુકાના દેલવાડા ગામે 15 અંડર ની નાના બાળકો દ્રારા ક્રિકેટ ટુર્નામેન્ટ નુ આયોજન કરવામાં આવ્યું હતું 

ઉના તાલુકાના દેલવાડા ગામે 15 અંડર ની નાના બાળકો દ્રારા ક્રિકેટ ટુર્નામેન્ટ નુ આયોજન કરવામાં આવ્યું હતું

આ આયોજન મા ટોટલ 10 ટિમ એ ભાગ લીધો હતો નાના બાળકો મા ક્રિકેટ પ્રત્યે જીજ્ઞાના જાગે એ હેતુથી આ આયોજન કરાયું હતું જેમાં રાધે ક્રિષ્ના ગૌ સેવા દ્વારકાધીશ સી ફુડ તથા માધવ ડેરી એ સંપુર્ણ સહયોગ આપ્યો હતો

આ અંડર 15 ટુર્નામેન્ટ મા મહા મરચાં ઇલેવન તથા શ્રી રામ ટીમ ફાઇનલમાં પહોંચી હતી આજરોજ ફાઇનલ મેચ રમાતા શ્રી રામ ટિમ વિજેતા જાહેર થઈ હતી અને ટ્રોફી 🏆 એનાયત કરવામાં આવી હતી આ પ્રસંગે રાધે ક્રિષ્ના ગૌ મંદિર ના કલ્પેશભાઈ બારોટ તથા દ્વારકાધીશ સી ફુડ તથા મધર ડેરી ના લોકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને ખેલાડી ઓને પ્રોત્સાહિત કર્યા હતા તથા રાધે ક્રિષ્ના ગૌ મંદિર પરિવાર દ્રારા શુભકામનાઓ પાઠવી હતી અને ટ્રોફી વિતરણ કરવામાં આવી હતી

બ્યુરો રીપોર્ટ…… રમેશભાઇ વંશ ઉના

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores