>
Friday, June 6, 2025

ગિર સોમનાથ જિલ્લા ના ઉના તાલુકાના મોટા ડેશર ગામ ના શિક્ષીત મહિલા સરપંચ ની વહિવટી કુશળતા 

ગિર સોમનાથ જિલ્લા ના ઉના તાલુકાના મોટા ડેશર ગામ ના શિક્ષીત મહિલા સરપંચ ની વહિવટી કુશળતા

ઉના તાલુકાના મોટા ડેશર ગામ ના મહિલા સરપંચ શ્રીમતી દક્ષાબેન ભરતભાઇ શિંગડ એ જ્યારથી સરપંચ તરીકે ચાર્જ સંભાળ્યો છે ત્યારથી હંમેશા ગામ ના લોકો ની સુખાકારી સુવિધા અને વિકાસ માટે સદા કાર્યરત છે જેમાં સરકાર દ્વારા આપવામાં આવતી વિવિધ પ્રકારની ગ્રાન્ટ થકી વિકાસ ના કામો કરવા તથા પદાધિકારીઓ દ્રારા ફાળવવામાં આવતી ગ્રાન્ટ નો યોગ્ય ઉપયોગ કરી પ્રજાલક્ષી કામો કરવા વગેરે બાબતો મા આ મહિલા સરપંચ માહિર છે જેના ઉત્તમ ઉદાહરણ છે રાજ્યસભાના સાંસદ પાસેથી ગામ ના વિકાસ માટે ગ્રાન્ટ લાવવી

રાજ્યસભાના સાંસદ શ્રી શક્તિસિંહજી ગોહિલ સમક્ષ મોટા ડેશર ગામ ના સરપંચ દક્ષા બેન શિગડ એ રજુઆત કરી હતી કે પોતાના ગામ મા બહુમત વસતિ કોળી સમાજ ની છે અને કોળી સમાજ ના લોકો કે અન્ય સમાજ ના લોકો માટે નાના મોટા પ્રસંગો હોય કે લગ્ન પ્રસંગ હોય કે પછી મરણ પ્રસંગ હોય એના માટે કોઈ પણ પ્રકારની હોલ કે વાડી ની કોઈ સુવિધા ઉપલબ્ધ નથી અને હાલ મા જે કોળી સમાજ નો ચોરો છે એ પણ ખુબજ જર્જરિત હાલતમાં છે જો રાજ્યસભાના સાંસદ આ માટે ગ્રાન્ટ ફાળવણી કરે તો અન્ય ઘટતી રકમ લોક ફાળો કરી ને એક અધતન કોમ્યુનિટી હોલ બનાવવા માટે ની ઇચ્છા વ્યક્ત કરી હતી જે બાબતે મોટા ડેશર ગામ ની જનતા સમક્ષ પણ રજૂ કરી હતી ત્યારે મોટા ડેશર ગામ ની જનતા એ આ મહિલા સરપંચ દક્ષા બેન ની વાત ને વધાવી લીધી હતી અને રાજ્યસભાના સાંસદ શ્રી શક્તિસિંહજી ગોહિલ એ કોમ્યુનિટી હોલ બનાવવા માટે રુપિયા 800000/ ની ગ્રાન્ટ ફાળવણી કરી છે જ્યારે આ નવા બનનાર કોમ્યુનિટી હોલ અધતન સુવિધા યુકત બનાવવા માટે ઘટતી રકમ ના રુપિયા લોકફાળા થકી તેમજ અલગ અલગ ઉત્સવ થકી એકઠી કરી છે જ્યારે અન્ય રકમ કે જે દાતા ઓ પોતાનુ નામ તકતી પર લખાવવા ઇચ્છે છે એમાં થી ઉભી કરવામાં આવશે હાલ જે જર્જરીત હોલ છે એની જગ્યાએ લોકફાળો તથા રાજ્યસભાના સાંસદ ની ગ્રાન્ટ માંથી અધતન સુવિધા યુકત કોમ્યુનિટી હોલ બનાવવા મા આવસે જેના હોલ રસોડું બહેનો માટે તથા ભાઇઓ માટે અલગ અલગ અધતન સેનિટેશન ની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે તથા લગ્ન પ્રસંગે કે અન્ય કોઈપણ સામાજિક અને ધાર્મિક પ્રસંગે આ કોમ્યુનિટી હોલ ઉપયોગી થાય તેવા શુભ આશયથી આ હોલ નુ નિર્માણ થાય એના માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે

અત્રે એ ઉલ્લેખનીય છે કે ઉના તાલુકા નુ આ મોટા ડેશર ગામ એવું પ્રથમ ગામ છે કે આ ગામમાં રાજ્યસભાના સાંસદ ની ગ્રાન્ટ ફાળવણી કરવામાં આવી છે જ્યારે હાલ ના મહિલા સરપંચ દક્ષાબેન શિંગડ પોતે બી.એ.સુધી નો અભ્યાસ કર્યો છે તથા રાજકીય સુઝબુઝ ધરાવે છે સાથે સાથે પોતાની સાથે ચુંટાયેલા સભ્યો પણ શિક્ષિત છે

આમ એક શિક્ષિત અને જાગૃત મહિલા છે નાના એવા ગામમાં શિક્ષિત સરપંચ હોય તો કેવો લાભ થાય અને વિકાસ થાય એનો આ ઉત્તમ ઉદાહરણ એટલે દક્ષાબેન શિંગડ છે

રાજ્યસભાના સાંસદ ની ગ્રાન્ટ રુપિયા 800000/લાખ અને બીજી ઘટતી રકમ નો લોક ફાળો આમ આ અધતન ટેકનોલોજી થી સુસજ્જ કોમ્યુનિટી હોલ અંદાજીત રુપિયા 2500000/ ના ખર્ચે બનવા જઈ રહ્યો છે ત્યારે શિક્ષણ એજ કલ્યાણ ની કહેવત પણ ખરી ઠરતી હોય એવું લાગી રહ્યું છે

આઝાદી પછી ઉના તાલુકાના મોટા ડેશર ગામ એ આ શિક્ષિત મહિલા સરપંચ ની વહિવટી કુનેહ થી રાજ્યસભાના સાંસદ ની ગ્રાન્ટ મેળવવા મા સફળતા મળી છે ત્યારે જો દરેક ગામ ના સરપંચ આ મહિલા સરપંચ જેમ જાગૃતિ દાખવે તો પોતાના ગામ ને નંબર વન ગામ બનાવી શકે આ તકે આગામી દિવસોમાં મોટા ડેશર ગામ ને એક સુવિધા સભર અધતન ટેકનોલોજી સાથે નો કોમ્યુનિટી હોલ મળસે એવી મનોકામના મહિલા સરપંચ શ્રીમતી દક્ષાબેન શિંગડ એ વ્યક્ત કરી છે બ્યુરો રિપોર્ટ રમેશભાઇ વંશ

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores