>
Friday, June 6, 2025

હિંમતનગરની કર્ણાવતી સોસાયટીમાં ગાડી સાઈડમાં કરવા બાબતે ઝઘડો થતાં ત્રણ વિરૂધ્ધ ફરીયાદ.

હિંમતનગરની કર્ણાવતી સોસાયટીમાં ગાડી સાઈડમાં કરવા બાબતે ઝઘડો થતાં ત્રણ વિરૂધ્ધ ફરીયાદ.

 

(સંજય ગાંધી-સાબરકાંઠા)તા.૪/૬ હિંમતનગર એ-ડીવીઝન પોલીસ સ્ટેશનની હદમાં આવેલ સહકારી જીન રોડ સ્થિત કર્ણાવતી સોસાયટી રહેતા એક રહીશના ઘર આગળ પાર્ક કરાયેલ વાહન ખસેડવા ભાબતે કહેવા જતાં ઉશ્કેરાઈ ગયેલા ત્રણ જણાએ આવેશમાં આવી જઈ તથા અગાઉ થયેલા ઝઘડાની અદાવત રાખી ગડદાપાટુનો માર મારી ઘર માલિક પર હુમલો કરી ઈજા પહોંચાડી હોવાના આક્ષેપ સાથેની ફરીયાદ સોમવારે એ-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવા પામી હતી.આ અંગે કર્ણાવતી સોસાયટીમાં રહેતા વિકીકુમાર ગીરીશભાઈ પટેલે નોંધાવેલી ફરીયાદમાં કરેલા આક્ષેપ મુજબ ગત તા.૧ જુનના રોજ સાંજના સુમારે પાર્થ હરેશકુમાર પટેલ, હરેશભાઈ કચરાભાઈ પટેલ અને મહેન્દ્રભાઈ કચરાભાઈના ઘર આગળ રસ્તામાં તેમણે અડચણરૂપ ગાડીઓ પાર્ક કરી હતી તેજ વખતે વિકીકુમાર પટેલ પોતાની ગાડી લઈને ઘરે આવતા હતા ત્યારે રસ્તામાં આત્રણેય જણાએ મુકેલ ગાડીઓ લઈ લેવાનું કહયું હતું. પરંતુ આ ત્રણેય જણાએ હાલમાં મહેમાન હોવાથી થોડીવાર પછી લેવાનું કહેતાં વિકીકુમાર તેમની ગાડી પાર્ક કરાયેલ વાહનો પાછળ મુકીને ગયા હતા. ત્યારબાદ આ ત્રણેય જણાએ વિકીકુમારના ઘરે આવી કહ્યું હતું કે તમારી ગાડી સાઈડમાં કરી દો તેમ કહેતાં ગાડી સાઈડમાં કરવા માટે ચાવી લેવા ગયા હતા. તેજ વખતે આ ત્રણેય જણાએ કહ્યું હતું કે ક્યારના બુમો પાડીએ

છીએ તેમ કહી ઉશ્કેરાઈ જઈ પાર્થ પટેલે વિકીકુમાર પટેલ પર હુમલો કર્યો હતો. દરમ્યાન હરેશભાઈ પટેલ અને મહેન્દ્રભાઈ પટેલે અગાઉ થયેલા ઝઘડાની અદાવત રાખીને વિકીકુમારને ગડદાપાટુનો માર મારી ઈજા પહોંચાડી હતી. જયાં વચ્ચે પડેલા અંકિતાબેન અને ગીરીશભાઈ પર પણ ધોકો મારી મકાનના કોટ સાથે અથડાવી દેતાં ઈજા થઈ હતી. જેથી વિકીકુમાર પટેલે ત્રણેય વિરૂધ્ધ સોમવારે એ-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી.

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores