ઉના તાલુકાના માણેકપુર ગામ ના લોકો ને વીસ દિવસ થી પાણી ના મળવા ને કારણે કકળાટ
ઉના તાલુકાના છેવાડાના દરિયા કિનારે આવેલું માણેકપુર ગામ એ પીવા ના પાણી મેળવવા માત્ર એકજ આધાર છે એ છે દિવ ઉના જુથ રાવલ ડેમ પાણી પુરવઠા યોજના આ જુથ યોજના હેઠળ દર આઠ દિવસ એ માણેકપુર ગામ એ પાણી આપવામાં આવે છે પરંતુ વચ્ચે પાણી ની પાઇપ લાઇન મા ભંગાણ પડતાં છેલ્લા વીસ દિવસ થી પાણી આવેલુ ના હોય ગામ ના સંપ મા પાણી ના આવવા ને કારણે માણેકપુર ગામ ની પાણી વિતરણ વ્યવસ્થા ઠપ્પ થઇ ગઇ હતી આ બાબતે ઉના પાણી પુરવઠા બોર્ડ ને રજુઆત કરવા છતાં નક્કર કામગીરી ના કરાતા અંતે માણેકપુર ગામ ના મહિલા સરપંચ શ્રીમતી ભાનુબેન રાઠોડ પોતાના નાના બાળકો સાથે મેલા કપડાં નુ પોટલુ લય ઉના ખાતે પાણી પુરવઠા બોર્ડ ની ઓફીસ એ દોડી ગયા હતા અને ભંગાણ થયેલ પાણી ની પાઇપ લાઇન તાકિદે રિપેરિંગ કરી પાણી ચાલુ કરાવવા રજુઆત કરી હતી
સરપંચ ની રજૂઆત કરવા ની અનોખી રિત થી પુરવઠા બોર્ડ ના અધિકારી ઓ તાત્કાલિક પાણી ની પાઇપ લાઇન રિપેરિંગ કરી પાણી પુરવઠો પહોચતો કરતા ગામ ના લોકો એ રાહત નો શ્વાસ લીધો હતો. બ્યુરો રિપોર્ટ રમેશભાઇ વંશ ઉના