>
Saturday, June 7, 2025

ગિર સોમનાથ જિલ્લા ના ઉના તાલુકા ના કાળાપાણ ગામ ના નવ યુવાન રાજ મજીઠીયા 16000/ હજાર કિલોમીટર ની પદયાત્રા કરી વતન પરત ફરતા ભવ્ય સ્વાગત..

ગિર સોમનાથ જિલ્લા ના ઉના તાલુકા ના કાળાપાણ ગામ ના નવ યુવાન રાજ મજીઠીયા 16000/ હજાર કિલોમીટર ની પદયાત્રા કરી વતન પરત ફરતા ભવ્ય સ્વાગત……

ઉના તાલુકાના કાળાપાણ ગામ ના નવ યુવાન રાજ મજીઠીયા ગત ઓગસ્ટ મહિનામાં ઘરે થી 12 જ્યોતિર્લિંગ 4 ધામ ની યાત્રા કરવા માટે નિકળ્યા હતા તેઓ આજરોજ ભારત ભર માં આવેલ 12 જ્યોતિર્લિંગ તથા 4 ધામ ની યાત્રા પદયાત્રા કરી વતન પરત ફરતા દેલવાડા ગામે શ્રી રાજ મજીઠીયા નુ ભવ્યાતિભવ્ય સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું શ્રી રાજ મજીઠીયા 16000/ હજાર કિલોમીટર ની પદયાત્રા કરી વતન પરત ફરતા દેલવાડા ગામ ની મહિલા ઓએ મોગલ ધામ મંદિર ખાતે રાસગરબાની રમઝટ બોલાવી હતી સાથે સાથે આ તકે મોગલ સ્વરૂપ આઇ મા યોગિતા મા એ પણ રાસ ગરબા લીધા હતા સાથે સાથે બાપા સીતારામ ગુરુ આશ્રમ સેવા મંડળ દેલવાડા ગામ ના અનિતા બેન જેઠવા બંસરી બેન વંશ તથા અંજલી બેન એ શ્રી રાજ ભાઇ મજીઠીયા ની આરતી ઉતારી હતી જ્યારે લક્ષ્મી બેન વંશ એ કુમકુમ તિલક કરી દુખણા લય શાલ ઓઢાડી સન્માન કર્યું હતું આ તકે દેલવાડા કોળી સમાજ ના પટેલ શ્રી બાબુભાઇ બાંભણિયા તથા રાધે ક્રિષ્ના ગૌ મંદિર ના કલ્પેશભાઈ બારોટ તથા વી.એચ.પી.ના અસવિનભાઇ બાંભણિયા તથા રાહુલભાઇ એ હારતોરા કરી સ્વાગત કર્યું હતું આ સ્વાગત કાર્યક્રમ મા રાહુલભાઇ બાંભણિયા તથા તાલુકા પંચાયત સદસ્ય દેવજીભાઇ મકવાણા એ હાજરી આપી હતી આ કાર્યક્રમમાં સોમેશ્વર યુવક મંડળ રામદેવજી મહારાજ યુવક મંડળ સિતારામ ગૃપ શ્યામ નગર એ ખાસ હાજરી આપી હતી સાથે સાથે મોગલ છોરુ મિત્ર મંડળ દ્વારા સંગીત ના સુર નુ આયોજન કરવામાં આવ્યું હતું આ તકે શિવ ફુલ પુજા ના શિલ્પી એવા કાનતીભાઇ મકવાણા તથા નિલેશભાઇ મકવાણા તથા પ્રસાદ મંડળ ના મુકેશભાઇ સોરઠીયા સહિત ના કાર્યકરો એ જહેમત ઉઠાવી હતી આમ શ્રી રાજ મજીઠીયા 16000/ હજાર કિલોમીટર ની પદયાત્રા દરમિયાન 12, જ્યોતિર્લિંગ તથા 4 ધામ ની યાત્રા પુર્ણ કરી ગુજરાત મા રેકોર્ડ બનાવ્યો છે સાથે સાથે ગિર સોમનાથ જિલ્લા ના ઉના તાલુકા ના કાળાપાણ ગામ અને સમસ્ત હિન્દુ સમાજ નુ ગૌરવ વધાર્યું છે. આ તકે અંદાજીત 3000 લોકો એ ખાસ હાજરી આપી હતી જ્યારે ઉના થી કાળાપાણ ગામ સુધી હિન્દુ યુવા સંગઠન ભારત દ્રારા બાઇક રેલી નુ આયોજન કરવામાં આવ્યું હતું બ્યુરો રિપોર્ટ… રમેશભાઇ વંશ ઉના

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores