મોટર સાયકલ ચોરીના કુલ-૩ ગુન્હા ડીટેકટ કરી ચોરીમાં ગયેલ કુલ-૮ મોટર સાયકલ કુલ કિ.રૂા. ૨,૧૫,૦૦૦/-નો મુદ્દામાલ રીકવર કરતી ખેરોજ પોલીસ
(સંજય ગાંધી સાબરકાંઠા)
નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી વિરેન્દ્ર સિંહ યાદવ સાહેબ ગાંધીનગર વિભાગ, ગાંધીનગર તથા સાબરકાંઠા જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી વિજય પટેલ સાહેબ નાઓએ જીલ્લામાં બનતા મિલકત સબંધી ગુન્હાઓ શોધી કાઢવા સુચના કરેલ હોય જે અન્વયે શ્રી સ્મિત ગોહિલ સાહેબ નાયબ પોલીસ અધિક્ષકશ્રી ઇડર વિભાગ, ઇડર નાઓના માર્ગદર્શન હેઠળ મિલકત સંબંધી ગુન્હાઓ શોધી કાઢવા માર્ગદર્શન પુરૂ પાડેલ હોય જે અનુસંધાને અમો એન.આર.ઉમટ પોલીસ ઇન્સ્પેકટર તથા એ.પી.માળી પોલીસ સબ ઇન્સપેક્ટર ખેરોજ પોલીસ સ્ટેશન નાઓ આ દિશામા સતત કાર્યરત.
દરમ્યાન ખેરોજ પોલીસ સ્ટેશનના તાબાના પોલીસ કર્મચારીઓ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન સાથેના અ.પો.કો.વિરેન્દ્રભાઈ અમ્રુતભાઈ બ.ન-૫૪૨ નાઓને ખાનગી બાતમીદારથી બાતમી મળેલ કે,’મોટર સાયકલની ચોરીની પ્રવુતિ કરતો ઇસમ બાળકિશોર રહે.ગાઉપીપળા, તા.કોટડા છાવણી, જી.ઉદેપુર (રાજસ્થાન) વાળો એક કાળા કલરનુ વાદળી પટ્ટાવાળુ હિરો હોન્ડા કંપનીનુ સ્પલેન્ડર પ્લસ મો.સા
રજી.નં.GJ 09 CA 4982 નુ લઈને કોટડાગઢી થી લાંબડીયા તરફ આવી રહેલ છે”જે બાતમી આધારે જોટાસણ ત્રણ રસ્તા ખાતે ઉપરોક્ત બાતમી હકીકત મુજબના શંકાસ્પદ મો.સા ચાલકની વોચ તપાસમા રહેતા દરમીયાન ઉપરોકત બાતમી મુજબની મો.સા લઇને બાતમી મુજબના બાળકિશોર પાસેની મો.સા,જોતાં કાળા કલરનું વાદળી પટ્ટાવાળુ હિરો હોન્ડા કંપનીનુ સ્પલેન્ડર પ્લસ મો.સા રજી. નં. GJ 09 CA 4982 જેનો ચે.નં. MBLHA10AABHG04561 તથા એ.નં. HA10EGBHG20403 નો હોઈ સદરી બાળકિશોર પાસેથી સદર મો.સા.ના આર.ટી.ઓ પાસીંગ તથા માલીકી અંગેના આધાર પુરાવા માંગતા તે નહી હોવાનું જણાવતા સદર મો.સા. કોની માલીકીની છે અને કયાંથી લાવેલ છે અને કયાં લઇ જનાર હતો તે બાબતે પુછતાં ગલ્લા તલ્લા કરી ઉડાઉ જવાબ આપી કોઈ સંતોષકારક હકીકત જણાવતો ન હોઇ જેથી પોકેટકોપ મોબાઈલ અંતર્ગત મો.સા નંબર નાખી તપાસ કરતા સદરહું મો.સા.ચોરી થયા અંગે ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૧૧૨૦૯૦૨૮૨૫૦૪૦૧/૨૦૨૫ ભારતીય ન્યાય સહીતા ૨૦૨૩ ની કલમ-૩૦૩(૨) મુજબ ગુન્હો રજીસ્ટર થયેલ હોવાનું જણાઇ આવતાં સદર મો.સા.ની કિ.રૂા. ૨૫,૦૦૦/- ગણી ભારતીય નાગરીક સુરક્ષા સહીતા ૨૦૨૩ ની કલમ ૩૫(૧)(ઈ),૧૦૬ મુજબ વધુ તપાસ અર્થે કબજે કરી સદર પકડાયેલ ઇસમને ખેરોજ પોલીસ સ્ટેશન ખાતે લાવી વધુ પુછપરછ કરતાં પોતાની સાથેના સહ આરોપી સાથે મળી પકડાયેલ મો.સા સિવાય અન્ય ૭ જેટલી મો.સા ચોરી કરી પોતાના ઘર નજીક આવેલ ઝાડી ઝાંખરામાં છુપાવી રાખેલાની કબુલાત કરતા તે જગ્યાએ રાજસ્થાનના ગાઉપીપળા ખાતે જઈ તપાસ કરતા નીચે મુજબની મોટર સાયકલ રીકવર કરવામા આવેલ છે અને ખેડબ્રહ્મા, વડાલી,ઇડર અને અન્ય જગ્યાએથી ચોરાયેલ મોટર સાયકલના વણશોધાયેલ ગુન્હાઓ શોધી કાઢેલ છે. સદર ઇસમની ઉંમર તપાસ કરતા ૧૫ વર્ષ ૭ માસ જેટલી જણાયેલ છે.