હિંમતનગર-ઈડર બાયપાસ ટોલ પ્લાઝા પર હુમલાની ઘટના સામે આવી
કારમાં આવેલા શખ્સોએ કર્મચારીઓને માર્યા, બેરિકેટ તોડ્યા; CCTVમાં ઘટના કેદ.
હિંમતનગર-ઈડર સ્ટેટ હાઈવે બાયપાસ પર આવેલા ટોલ પ્લાઝા ખાતે શુક્રવારે બપોરે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. બે કાળી કારમાં આવેલા અજાણ્યા શખ્સોએ ટોલ પ્લાઝા ના કર્મચારીઓ સાથે મારામારી કરી હતી.
ઘટના બપોરના સમયે બની હતી. કાળા રંગની કાર ટોલ પ્લાઝા પરથી પસાર થઈ રહી હતી. આ દરમિયાન કારના ચાલકે બેરિકેટ તોડી નાખ્યા હતા. બેરિકેટને થયેલા નુકસાનને લઈને બંને કાર રોડની સાઈડમાં ઊભી રખાઈ હતી
ત્યારબાદ કારમાંથી બહાર નીકળેલા શખ્સોએ ટોલ પ્લાઝાના કર્મચારીઓ સાથે બોલાચાલી શરૂ કરી. બોલાચાલી ઉગ્ર બનતા તેમણે કર્મચારીઓ સાથે મારામારી કરી હતી. હુમલાખોરોએ પોતાને વિસ્તારના દાદા હોવાનો રોફ જમાવ્યો હતો.
આ સમગ્ર ઘટના ટોલ પ્લાઝાના CCTVમાં કેદ થઈ ગઈ છે. ત્યાંથી પસાર થતા વાહનચાલકોએ પણ આ દૃશ્યો જોયા હતા. આ ઘટના સમયે સ્થાનિક પોલીસને કોઈ જાણ કરવામાં આવી ન હતી.
તસવીર અહેવાલ .. વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891








Total Users : 145297
Views Today : 