છેલ્લા ત્રણ વર્ષથી નાસતો ફરતો પ્રોહીબિશનના ગુનાનો આરોપીને ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાંચ તાપી તથા પેરોલ- ફર્લો સ્કોર્ડ તાપી
(વંશ પટેલ-વ્યારા)તા.૮/૬
શ્રી પ્રેમ વીર સિંહ સાહેબ, પોલીસ મહાનિરીક્ષક, સુરત વિભાગ, સુરત તથા પોલીસ અધિક્ષક, તાપી-વ્યારા નાઓએ જિલ્લામાં પ્રોહી જુગારની ગેરકાયદેસર પ્રવૃતિ કરતા બુટલગેરો પર તથા નાસતા ફરતા આરોપીઓ અને શરીર/મિલકત સબંધિત ગુન્હાઓ ડીટેકટ કરી કડક કાર્યવાહી કરવા સુચના આપેલ હોઇ જે અનુસંધાને શ્રી એન.જી.પાંચાણી, ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર, એલ.સી.બી. જી.તાપી નાઓની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કોર્ડ તાપીના સ્ટાફના પોલીસ માણસોએ પોતાના અંગત ખાનગી બાતમીદારો રોકેલ હતા. દરમ્યાન સાથેના એ.એસ.આઈ. જયેશભાઇ લીલકીયાભાઈ બ.નં.૬૫૪ તથા એ.એસ.આઈ.આનંદજીભાઈ ચેમાભાઈ બ.નં.૨૬૭ નાઓને સંયુક્ત રીતે ખાનગી રાહે બાતમી હકિકત મળેલ કે,સોનગઢ પોલીસ સ્ટેશન સી.પાર્ટ ગુ.ર.નં. ૧૧૮૨૪૦૦૪૨૨૧૧૮૫/૨૦૨૨ પ્રોહી એક્ટ કલમ ૬૫(ઈ),૯૮(૨) મુજબના ગુનાના કામે સંડોવાયેલ વોન્ટેડ નાસતા ફરતા સોયેલખાન રહેમતખાન પઠાણ ૩.૧.૩૭ રહે, રાજીવગાંધી નગર, રાજુનગર નવાપુર તા. નવાપુર જી. નંદુરબાર (મહા) નાનો ઉચ્છલ ફુલવાડી ત્રણ રસ્તા પાસે ઉભેલ છે જેણે શરીરે આછા વાદળી કલરની અડધી બાંયની ટીશર્ટ તથા કમરે ડાર્ક વાદળી કલરનું નાઇટ પેન્ટ પહેરેલ છે. દરમ્યાન બાતમી હકિકત્ત વર્ણન વાળો ઇસમ મળી આવતા તેઓને પકડી પાડી ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ ૩૫(૧) જે. મુજબ અટક કરી આગળની વધુ કાર્યવાહી સારૂ ઉચ્છલ પોલીસ સ્ટેશનને સોંપેલ છે.