વિજયનગરના સારોલી ખાતે વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો
પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વિસ્તારવા માટે ગુજરાત સરકારનાં આત્મા પ્રોજેકટ દ્વારા ગામે ગામે મિશન મોડમાં ખેડૂતોને તાલીમ આપવામાં આવી રહી છે. જે અંતર્ગત સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના સારોલી ગામમાં પ્રાકૃતિક ખેતીનો તાલીમ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સાબરકાંઠા જિલ્લાના આત્મા પ્રોજેકટ દ્વારા ખેડૂતોને રાસાયણિક ખેતી અને પ્રાકૃતિક ખેતી વચ્ચેના ફાયદા અને નુકસાન અંગે માહિતગાર કરી પ્રાકૃતિક ખેતી અપનાવવા માટે આહવાન કર્યુ હતું.
પ્રાકૃતિક ખેતી એ આજના સમયની તાતી જરૂરિયાત છે. પ્રાકૃતિક ખેતીને વેગ આપવા માટે રાજ્ય સરકારશ્રી દ્વારા અનેક પ્રયાસો હાથ ધરાયા છે જેના પરિણામે આજે રાજ્યના અનેક ખેડૂતો આ ખેતી તરફ વળ્યા છે. તદ્દન નજીવા ખર્ચે થતી પ્રાકૃતિક ખેતીના અનેક ફાયદાઓ છે. ખેડૂતોને આત્મનિર્ભર બનાવવા માટે પ્રાકૃતિક ખેતીએ વિકલ્પ તરીકે ઉભરી આવેલ છે. રાજ્યમાં આગામી વર્ષોમાં વધુ વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા થાય તે માટે ગુજરાત રાજ્યના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ અનેક પ્રયાસો હાથ ધરાયા છે.
તસવીર અહેવાલ … વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891






Total Users : 152529
Views Today : 