ઉના તાલુકાના દેલવાડા ગામે વોર્ડ નંબર એક ના સદસ્યા બિનહરીફ જાહેર થયા
ઉના તાલુકાના દેલવાડા ગામે સને 2021 મા સામાન્ય ચુંટણી દરમિયાન સરપંચ તરીકે શ્રીમતી પુજાબેન વિજયભાઇ બાંભણિયા આખી પેનલ સાથે ચુંટાયેલા હતા આખી પેનલ સાથે ચુંટાયેલા પુજાબેન વિજયભાઇ બાંભણિયા ની પેનલ માંથી વોર્ડ નંબર 1 મા ચુંટાયેલા હેતલબેન વાજા આંગણવાડી મા હેલ્પર તરીકે પસંદગી પામતાં તેઓ એ વોર્ડ નંબર 1 ના પંચાયત સદસ્ય પદે થી રાજીનામું આપ્યું હતું 
આ કારણોસર વોર્ડ નંબર 1 ની જગ્યા ખાલી થયેલ આ વોર્ડ નંબર 1 માટે તાજેતરમાં ચુંટણી જાહેર થતાં સરપંચ પ્રતિનિધિ શ્રી વિજયભાઇ લાખાભાઇ બાંભણિયા તથા અન્ય આગેવાનો ની કુનેહ થી દેલવાડા ગામે વોર્ડ નંબર 1 માટે પંચાયત ના પુર્વ સદસ્યા તથા તાલુકા પંચાયત સદસ્ય દેવશીભાઇ મકવાણા ના પત્ની એવા શ્રીમતિ જાહીબેન મકવાણા એ ફોર્મ રજુ કરેલ ત્યારે સરપંચ પ્રતિનિધિ શ્રી વિજયભાઇ લાખાભાઇ બાંભણિયા ની આગવી કોઠાસૂઝ થી અન્ય કોઈ ઉમેદવાર એ ફોર્મ રજુ ના કરતા શ્રીમતી જાહીબેન મકવાણા બીનહરીફ ચુંટાઇ આવ્યા છે વોર્ડ નંબર 1 ના મતદારો તથા દેલવાડા ગામ ના નાગરિકો એ બીનહરીફ ચુંટાઇ આવેલા જાહીબેન મકવાણા ને શુભકામનાઓ પાઠવી હતી…… બ્યુરો રિપોર્ટ રમેશભાઇ વંશ ઉના


                                    



 Total Users : 145224
 Views Today : 