>
Friday, June 13, 2025

ઉના તાલુકાના શાહ ડેશર ગામ એ સરપંચ બિન હરીફ ચૂંટાયા

ઉના તાલુકાના શાહ ડેશર ગામ એ સરપંચ બિન હરીફ ચૂંટાયા

ઉના તાલુકાના શાહ ડેશર ગામ ના સરપંચ શ્રી નારણભાઇ બીજલભાઇ બાંભણિયા નુ ગત તારીખ 5/6/2024 ના રોજ અવસાન થતાં શાહ ડેશર ગામ પંચાયત નો ચાર્જ ઉપ સરપંચ સંભાળતા હતા તાજેતરમાં ગુજરાત ભર માં પંચાયત ની ચુંટણી જાહેર કરવામાં આવી છે જેમાં શાહ ડેશર ગામ ના લોકો એ નવા સરપંચ ચુટવા માટે એકતા સાધેલ અને સરપંચ ની ચુંટણી બીનહરીફ કરવા અંગે નિર્ણય કરવામાં આવ્યો હતો ગામ ના શિક્ષિત અને નવ યુવાન સ્વર્ગસ્થ સરપંચ શ્રી નારણભાઇ બીજલભાઇ બાંભણિયા ના પુત્ર દિપકભાઇ બાંભણિયા ની પસંદગી કરતા ગામ ના વડિલ આગેવાન શારદુલભાઇ સોલંકી એ નોંધાવેલી ઉમેદવારી પત્ર પરત ખેંચતા સ્વ.નારણભાઇ ના પુત્ર દિપકભાઇ બાંભણિયા બીન હરીફ ચુંટાઇ આવ્યા છે શ્રી દિપકભાઈ બીન હરીફ જાહેર થતાં જ ગામ ના યુવાનો એ ફટાફટ ફોડી ને આ નિર્ણય ને વધાવી લીધો હતો આ તકે દિપકભાઇ એ એવી લાગણી વ્યક્ત કરી હતી કે પોતે પિતા ના પગલે ચાલી ગામ ના સર્વાંગી વિકાસ માટે હંમેશા તત્પર રહેશે તેમજ ગામ ના તમામ સમાજના લોકો ને સાથે લઇ ને સબકા સાથ સબકા વિકાસ નુ સુત્ર સાર્થક કરસે હર હંમેશા લોક ઉપયોગી કામ માટે તૈયાર રહેશે અને સરકાર ની વિવિધ યોજનાઓ નો લાભ લોકો સુધી પહોંચાડવા માટે સતત પ્રયત્નશીલ રહેશે અને આગામી દિવસોમાં ગામ નો વિકાસ કરવા માટે હંમેશા તત્પર રહી લોક ઉપયોગી કામગીરી કરસે આ તકે ઉના મતવિસ્તાર ના ધારાસભ્ય શ્રી નો શ્રી દિપકભાઇ એ સવિશેષ આભાર વ્યક્ત કર્યો હતો બ્યુરો રિપોર્ટ….. રમેશભાઇ વંશ ઉના

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores