પ્રાંતિજ પો.સ્ટે. વિસ્તારમાં ભારતીય બનાવટના ઇગ્લીશ દારૂની હેરાફેરી કરતા ઇસમોને બ્રેઝા ગાડી સાથે પકડી દારૂ બોટલ નંગ-૩૮૪ કિ.રૂ. ૬૪,૫૧૨ /- વિગેરે મળી કુલ કિં.રૂ. ૩,૬૯,૧૫૨ /- નો મુદ્દામાલ કબ્જે કરી પ્રોહિબિશનનો કેસ કરતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ સાબરકાંઠા
ઉપરોકત ટીમના માણસો પ્રાંતિજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહી.વોચ પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન કાલીપુરા ગામના પાટીયા પાસે રોડ ઉપર જતા અ.પો.કો. જ્ઞાનદીપસિંહ નાઓને ખાનગી બાતમીદારથી બાતમી મળેલ કે, “ એક ગ્રે કલરની મારૂતી સુઝુકી કંપનીની બ્રેઝા ગાડી નં.GJ-09-BJ-8238 નો ચાલક ઇસમ ગાડીમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી લવારી થઇ કાલીપુરા ગામ થઇ ઘડી તરફ જનાર છે.” જે બાતમી હકીકત આધારે કાલીપુરા ગામના પાટીયા પાસે રોડ ઉપર નાકાબંધીમાં હતા દરમ્યાન લવારી તરફથી બાતમી મુજબની ગ્રે કલરની મારૂતી સુઝુકી કંપનીની બ્રેઝા ગાડી નં.GJ-09-BJ-8238 આવતાં તેને સરકારી વાહનની આડાશ કરી રોકી તેમાં ચેક કરતાં તેમાં બે ઇસમો બેસેલ હોઇ તેમજ ગાડીમાં પાછળની સીટમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂની પેટીઓ ભરેલ હોય જે ભારતીય બનાવટના વિદેશી દારૂ રાખવા અંગે પાસ પરમીટ માગતાં તે ન હોઇ તેમજ આ વિદેશી દારૂ આરોપી સુરેન્દ્રગીરી સ/ઓ વિષ્ણુગીરી કૈલાસગીરી ગોસ્વામી રહે.મહાદેવપુરાનાઓના જણાવ્યા અનુસાર પોતે આગામી ગ્રામ પંચાયતની ચુંટણી હોય અને પોતે સરપંચના ઉમેદવાર તરીકે ફોર્મ ભરેલ હોય ચુંટણીમાં ઉમેદવાર તરીકે દારૂ વહેચવાનો હોય આ
ઇગ્લીંશ દારૂ લાવેલ હોવાનું જણાવતા હોઇ ગાડીમાંથી મળી આવેલ વિદેશી દારૂની પેટી નંગ-૮ બોટલ નંગ-૩૮૪ કિ.રૂ. ૬૪,૫૧૨ /- તથા મોબાઇલ નંગ-૧ કિ.રૂ.૫,૦૦૦/- તથા મારૂતી સુઝુકી કંપનીની બ્રેઝા નંબર-GJ-09-BJ-8238 કિ.રૂ.૩,૦૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૩,૬૯,૧૫૨/- નો મુદ્દામાલ મળી આવતાં તપાસ અર્થે કબ્જે કરી આરોપીઓ વિરૂધ્ધ પ્રાંતિજ પોલીસ સ્ટેશન પાર્ટ સી. ગુ.ર.નં.૧૧૨૦૯૦૪૧૨૫૦૫૭૨/૨૦૨૫ ધી ગુજરાત પ્રોહિ એકટ ક.૬૫એઇ,૮૧,૮૩ મુજબનો પ્રોહીબીશનનો કેસ કરવામાં આવેલ છે.
અહેવાલ = જીગ્નેશ દવે