>
No menu items!
Friday, June 13, 2025
No menu items!

ખેડબ્રહ્મા પોલીસે બનાસકાંઠા જિલ્લાના હડાદ મોટરસાયકલ ચોરીનો ગુનો ડિટેક્ટ કરી આરોપીને મુદ્દા માલ સાથે ઝડપી પાડ્યો 

ખેડબ્રહ્મા પોલીસે બનાસકાંઠા જિલ્લાના હડાદ મોટરસાયકલ ચોરીનો ગુનો ડિટેક્ટ કરી આરોપીને મુદ્દા માલ સાથે ઝડપી પાડ્યો

 

પોલીસ મહાન નિરીક્ષક શ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ ગાંધીનગર વિભાગ તથા પોલીસ અધિક્ષક શ્રી સાબરકાંઠા શ્રી વિજય પટેલ સાહેબના ઓએ મિલકત તથા બાઇક સંબંધી ગુનાઓ શોધી કાઢવા માટે સૂચના આપેલ જે આધારે શ્રી સ્મિત ગોહિલ સાહેબ નાયબ પોલીસ અધિક્ષક ઇડર વિભાગ ના માર્ગદર્શન હેઠળ ડી.આર પઢેરિયા પોલીસ ઇન્સ્પેક્ટર ખેડબ્રહ્મા તથા સ્ટાફના માણસો તે દિશામાં પેટ્રોલિંગ તેમજ વાહન ચેકિંગમાં કામગીરી કરતા હતા

 

તે દરમિયાન એએસઆઈ અનિરુદ્ધસિંહ શુભેન્દ્રસિંહ તથા પો.કો. ધર્મેન્દ્રભાઈ નટવરભાઈ પો.કો. દિલીપભાઈ રણછોડભાઈ પો.કો. અક્ષય કુમાર પોપટભાઈ તથા પો.કો. વિકાસકુમાર હસમુખભાઈ તેમજ પોલીસ સ્ટાફના માણસો ખેડવા બોર્ડર ખાતે વાહન ચેકિંગમાં હતા તે દરમિયાન એક ઈસમ શંકાસ્પદ હાલતમાં નંબર પ્લેટ વગરની મોટરસાયકલ લઇ કોટડા તરફથી આવતો હતો જેથી આ ઈસમને મોટરસાયકલ સાથે પકડી ચાલકનું નામ પૂછતા પોતે પોતાનું નામ રણારામ બતિયા ખેર રહે ઉમરી પાદર ઝુડા ઉદયપુર કોટડા રાજ્ય રાજસ્થાનમાં હોવાનું જણાવતા ઈસમ પાસે મોટરસાયકલ ના પુરાવા માંગતા ગલ્લા તલ્લા કરતો હતો અને સંતોષકારક જવાબ આપતો ન હતો જેથી તેને મોટરસાયકલ ની ટેકનિકલ સોર્સ આધારિત તપાસ કરતા મોટર સાયકલ નું રજીસ્ટ્રેશન નંબર GJ 08 CP 4075 તથા એન્જિન નંબર DHXPNF54653 ચેચીસ નંબર MD2B64BX7NPF40742 હોવાનું જણાવેલ જેથી મોટરસાયકલ રજીસ્ટ્રેશન GJ 08 CP 4075 આધારિત પોકેટ કોકની મદદથી તથા હડાદ પોલીસ સ્ટેશનમાં તપાસ કરતા મોટરસાયકલ બનાસકાંઠા જિલ્લાના હડાદ પોલીસ સ્ટેશન ખાતે ચોરીમાં ગયેલ હોવાનું જણાય આવતા બધા જ કંપનીની PULSAR મોટર સાયકલ રજીસ્ટ્રેશન નંબર GJ 08 CP4075 ની કિંમત રૂપિયા 50,000 ગણી ઉપરના કામે ઇસમની બી એન એસ એસ કલમ 35 (1) (ઈ) મુજબ ડીટેઇન કરી તથા બીએનએસએસ કલમ 106 મુજબ મોટરસાયકલ કબજે લઈ આરોપી તથા મુદ્દા માલ બનાસકાંઠા જિલ્લાના પોલીસ સ્ટેશન ને સોંપવામાં આવ્યો

 

તસવીર અહેવાલ… વિશાલ ચૌહાણ સાબરકાંઠા

 

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores