સાબરકાંઠા ની ૪ સ્કુલ સામે શિક્ષણાઅધિકારી એક્શન મોડમાં.
હિંમતનગર અને ખેડબ્રહ્મામાં ચાલતી ત્રણ સ્કૂલોમાં પુસ્તક વેચાણ કરવાને લઇને ફરિયાદ બાદ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા તપાસ બાદ જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગને જાણ કરાતાં સ્કૂલ સામે કાર્યવાહી શરૂ કરાઇ હતી.
(સંજય ગાંધી – સાબરકાંઠા)
સાબરકાંઠા જિલ્લા શિક્ષણાધિકારી મીતાબેન ગઢવીએ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને લેખિતમાં જણાવ્યું હતું કે, હિંમતનગરની માણેકકૃપા સ્કૂલના પ્રાથમિક વિભાગમાં ભણતાં બાળકોને પાઠ્ય પુસ્તકો અને ખાનગી સાહિત્યના વિતરણ કરાતું હોવાની અરજી મળી હતી. જે અંગે તપાસ કરતાં સ્કૂલમાં ખાનગી સાહિત્યનું વિતરણ કરાયું હોવાનું ધ્યાને આવ્યું હતું. ખેડબ્રહ્મા બીઆરસી-સીઆરસીએ પણ સંતશ્રી રામજીબાબા ક.ક.પા. કન્યા વિદ્યાલયના પ્રાથમિક વિભાગમાં પુસ્તક તથા સ્વાધ્યાયપોથીની કિંમત નિયમ વિરુદ્ધ વસૂલાઇ હતી. જેની તપાસ પૂર્ણ થયા બાદ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને કાર્યવાહી કરવા લેખિતમાં જાણ કરાઇ હતી.


                                    




 Total Users : 145223
 Views Today : 