>
Sunday, June 15, 2025

અમદાવાદ વિમાન દુર્ઘટનામાં હિંમતનગરની દીકરી પાયલ ખટીકનુ અવસાન થતાં ધારાસભ્યશ્રી વી.ડી.ઝાલાએ પરિવારને સાંત્વના પાઠવી

અમદાવાદ વિમાન દુર્ઘટનામાં હિંમતનગરની દીકરી પાયલ ખટીકનુ અવસાન થતાં ધારાસભ્યશ્રી વી.ડી.ઝાલાએ પરિવારને સાંત્વના પાઠવી

 

અમદાવાદ હવાઈ મથક ખાતેથી લંડન જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટના દુઃખદ ક્રેશમાં સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરની પાયલ ખટીકનું નિધન થયું છે. આ ઘટનાએ સમગ્ર પરિવાર અને સમાજને શોકમાં ડુબાડી દીધો છે.

ત્યારે હિંમતનગરના ધારાસભ્યશ્રી વી.ડી.ઝાલાએ ગરીબ પરિવારની દીકરી પાયલ ખટીકના પરિવારજનોની મુલાકાત લઈને સાંત્વના આપી હતી.મૂળ રાજસ્થાન અને હિંમતનગર ખાતે છૂટક મજૂરી કરતા ગરીબ પરિવારની દીકરી ગુમાવતા સમાજ અને નગરજનોમાં શોકની લાગણી પ્રસરી જવા પામી છે. વિમાન દુર્ઘટનામા ભોગ બનેલ પાયલના પિતા સુરેશભાઇ ખટીક લોડીંગ રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. બે બહેન એક ભાઈ માતા પિતા સહિત પાંચનો પરિવાર છે.

આ દુખદ ઘટનાના પગલે હિંમતનગરના ધારાસભ્યશ્રી વી.ડી. ઝાલાએ હિંમતનગર મામલતદારશ્રી એમ.ડી.પરમાર અને નાયબ મામલતદારશ્રી અશોકભાઈ પટેલ સાથે પરીવારની રૂબરૂ મુલાકાત લઈ સાંત્વના પાઠવી હતી. ધારાસભ્યશ્રી દ્વારા વહીવટી તંત્રના અધિકારીઓને પરિવારજનો ને જરૂરી મદદરૂપ થવા સૂચન કર્યું હતું. વહીવટી તંત્ર દ્વારા પાયલ ખટીકના પિતાના DNA ટેસ્ટના નમૂના લઈ અમદાવાદ મોકલવામાં આવ્યા હતા. તેમજ મૃતદેહની ઓળખ થયા બાદ મૃતદેહ હિંમતનગર લઈ આવવા સાથેની અનુંસાંગીક તૈયારીઓ વહિવટી તંત્ર દ્રારા કરાઇ છે.પરિવાર આ અણધારી આફતથી શોકમાં ગરકાવ થયો છે. પાયલબેનના નિધનના સમાચાર મળતાં જ પરીવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે ત્યારે વહીવટી તંત્રના અધિકારીઓએ પરિવારને આ દુઃખદ ઘડીમાં તમામ શક્ય સહાયનું આશ્વાસન આપ્યું છે.

ધારાસભ્યશ્રી વી.ડી. ઝાલાની સાથે નગરપાલિકાના પ્રમુખશ્રી વિમલભાઈ ઉપાધ્યાય સહિત અગ્રણીઓએ મૃતક પાયલ ખટીકના પરિવારજનોને મળી સાંત્વના પાઠવી હતી.

 

તસવીર અહેવાલ. વિશાલ ચૌહાણ સાબરકાંઠા

 

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores