>
Sunday, June 15, 2025

હોટલ કોહિનૂર ગ્રુપ રાજુલા દ્વારા નાગેશ્રી મુકામે ત્રિવિધ કાર્યક્રમનું ભવ્ય આયોજન 

હોટલ કોહિનૂર ગ્રુપ રાજુલા દ્વારા નાગેશ્રી મુકામે ત્રિવિધ કાર્યક્રમનું ભવ્ય આયોજન

 

રાજુલા શહેરમાં હોટલ ગ્રુપના માલિક દિલુભાઈ વરુ દ્વારા ભાવનગર સોમનાથ હાઇવે પર શિવ શક્તિ હોટલ ખાતે વિવિધ કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે જેમાં આ કાર્યક્રમમાં નાગેશ્રી ખાતે ભાવનગર સોમનાથ હાઇવે પર પગપાળા ચાલીને જતા યાત્રિકોને રહેવા તથા જમવા માટે નિશુલ્ક વ્યવસ્થા શિવ શક્તિ હોટલ એન્ડ રેસ્ટોરન્ટ ખાતે કરવામાં આવેલ છે સાથે સાથે દિલુભાઈ અમરૂભાઈ ના પિતૃના મોક્ષાર્થ છે નાગેશ્રી ગામ માટે નાગેશ્રી ગ્રામ પંચાયત કચેરીને શાંતિ રથ અર્પણ કરવાનું આયોજન કરવામાં આવેલ છે આ કાર્યક્રમમાં અનેક સંતો મહંતો અતિથિ વિશેષ તરીકે હાજર રહેશે

વિશ્રામ ગૃહ તેમજ નિશુલ્ક ભોજનાલય ઉદ્ઘાટન રાજુલાના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી તેમજ સાંસદ ભરતભાઈ સુતરીયા તેમજ પૂર્વ ધારાસભ્ય અંબરીશ ડેર તેમજ ડોક્ટર બી.બી વરુ સાહેબ ટ્રસ્ટી તુલસીશ્યામ મંદિર ના હસ્તે રાખવામાં આવેલ છે ત્યારે ખાસ શિવ શક્તિ હોટલના તેમજ રેસ્ટોરન્ટ નું ઉદ્ઘાટન ગૌતમભાઈ વરુ ઉપપ્રમુખ માર્કેટિંગ યાર્ડ ટીંબી તેમજ નરેન્દ્રભાઈ વરુ સરપંચ નાગેશ્રી તેમજ શ્રી ગોલણબાપુ નાગેશ્રી તેમજ ચાપરાજ બાપુ કાઠી સમાજ અગ્રણી મીઠાપુરના હસ્તે રાખવામાં આવેલ છે તેમ જ શાંતિ રથ નું લોકાર્પણ શ્રી ભક્તિરામ બાપુ માનવ મંદિર આશ્રમ સાવરકુંડલા શ્રી અમરદાસ બાપુ નિંગાળા તેમજ બ્રહ્મ સમાજના પ્રમુખ શ્રી ભાનુ દાદા રાજગોર તેમજ શ્રી સેફાદાદા જોશી બ્રહ્મ સમાજ અગ્રણીના હસ્તે રાખવામા આવેલ છે તેમજ નાગેશ્રી ગામ માં રહેતા અંદાજિત 490 વિધવા બહેનો ને દિલુભાઈ વરુ અને તેમના પરિવાર દ્વારા સાડી આપવામાં આવશે સમગ્ર કાર્યક્રમ પૂર્ણ થયા બાદ બપોર ના 11.30 કલાકે મોમાઈ વડ મંદિરે દિલુભાઈ વરુ ના જયદીપ્ય ભાઈ ઘનશ્યામભાઈ વરુ ના કર નિમિતે મહાપ્રસાદ નું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે

આ કાર્યક્રમમાં શાસ્ત્રી તરીકે શ્રી ભાવેશ દાદા શાસ્ત્રી તેમજ કુળગોળ હરેશ દાદા જોષી નાગેશ્રી ખાસ હાજર રહેશે

મૂળ ગામ નાગેશ્રીના રહેવાસી અને પોતાનું વતન જ્યારે નાગેશ્રી હોય ત્યારે હાલ દિલુભાઈ વરુ રાજુલા શહેરમાં વર્ષોથી રહેતા હોય ત્યારે વતનનું ઋણ અદા કરવાનું આ એક સુંદર અવસર હોય ત્યારે સમગ્ર મિત્રો વર્તુળ તેમજ રાજકીય કાર્યકરો આગેવાનો સહિત અનેક લોકો હાજર રહેશે

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores