ગોલ્ડન એરા, ઈડર મુકામે સંગીત મહેફિલ યોજાઈ
સીટી આર એમ હોલ ઇડર મુકામે ગોલ્ડન એરા 60 વર્ષથી ઉપરના વડીલો માટે સંગીતની મહેફિલમાં અમદાવાદ વિમાન હોનારતમાં સ્વર્ગસ્થ થયેલ આત્માઓને જ્યોતિ હાઈસ્કૂલ, ખેડબ્રહ્માના આચાર્ય સુરેશભાઈ પટેલ દ્વારા બે મિનિટ મૌન પાળી અને શ્રદ્ધાંજલિ આપવામાં આવેલ. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રગટાવીને કરવામાં આવી.
મહમદરફીના અવાજમાં મુંબઈથી રાજા પવાર, મુકેશના અવાજમાં ભુજથી આમીન પઠાણ, કિશોર કુમારના અવાજમાં પ્રકાશ ગોર અને લતાના અવાજમાં અમદાવાદથી પરાગી પારેખ ઉપસ્થિત રહી અને જુના ગુજરાતી અને હિન્દી ફિલ્મી ગીતોની મોજ કરાવી હતી.
જાગૃતિ ફિલ્મ્સ મુંબઈ અને ભુજના શ્રી હરિભાઈ ગોરના માર્ગદર્શન હેઠળ એન્જિનિયર શ્રી વિનોદભાઈ રૂડાણી અને દેવજીભાઈ દરજી દ્વારા સમગ્ર આયોજન કરવામાં આવેલ.
આ પ્રસંગે સ્વર્ગસ્થ લાલજીભાઈ પુરોહિતના પરિવારમાંથી ભવાનભાઈ, નારણભાઈ, સંજયભાઈ, હેમંત પુરોહિત, ડોક્ટર એ.પી. સુથાર, ડોક્ટર હિમાંશુ શાહ, ડોક્ટર મુકુંદ સુથાર, ડોક્ટર સંદીપ પટેલ, ડોક્ટર ઘનશ્યામ લીમ્બાચીયા, મોડાસાથી ડોક્ટર કેતન ઝિંઝુવાડીયા, કૈલાશસિંહ તવર, અતિવીર સિમેન્ટ વિનુભાઈ દોશી, વિનુભાઈ દોશી એન્જિનિયર આઈ. કે. પટેલ, મહેન્દ્ર પોકાર, જ્યોતિ હાઇસ્કુલના ભવાનસિંહજી વાઘેલા અને રાજેન્દ્રસિંહ દેવડા ઉપસ્થિત રહ્યા હતા.
તસવીર અહેવાલ … વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891


                                    




 Total Users : 144927
 Views Today : 