રાજસ્થાન રાજયમાંથી ગુજરાતમાં ભારતીય બનાવટના ઇગ્લીશ દારૂની પાયલોટીંગ સાથે હેરાફેરી કરતી ગાડીઓને દારૂ/બીયર બોટલ/ટીન નંગ-૭૨૬ કિ.રૂ.૧,૮૮,૧૩૬/-, સાથે મળી કુલ કિં.રૂ.૧૧,૮૮,૧૩૬ /- નો મુદ્દામાલ કબ્જે કરી પ્રોહિબિશનનો કેસ કરતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ સાબરકાંઠા
ઉપરોકત ટીમના માણસો તા.૧૭/૦૬/૨૦૨૫ નારોજ ખાનગી વાહનમાં પ્રોહી વોચ પેટ્રોલીંગમાં હતા દરમ્યાન ગાંભોઇ રાધે હોટલ પાસે જતા અ.હે.કો પ્રકાશભાઇ નાઓને બાતમી હકીકત મળેલ કે, “ એક ગ્રે કલરની હોન્ડા સીવીક ગાડી નંબર-GJO1HP3609 ની માં બે ઇસમો રાજસ્થાનથી ગેરકાયદેસર ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી રીંટોડા થઇ ગાંભોઇ થઇ અમદાવાદ તરફ જનાર છે જેની આગળ સફેદ કલરની ક્રેટા ગાડી નંબર-GJ27DM4097 થી બે ઇસમો પાયલોટીંગ કરી રહેલ છે.” જે બાતમી હકીકત આધારે આડા હાથરોલ ગામ પાસે રોડ ઉપર આવી રીંટોડા તરફથી આવતા વાહનોની વોચમાં હતા તે દરમ્યાન બાતમી હકીકત વાળી પાયલોટીંગ કરતી સફેદ કલરની ક્રેટા ગાડી નંબર-GJ27DM4097 તથા તેની પાછળ ગ્રે કલરની હોન્ડા સીવીક ગાડી નંબર-GJ01HP3609 ની આવતા ખાનગી વાહનની આડાશ કરી રોડ બ્લોક કરી બન્ને ગાડીઓને ઉભી રાખવા ઇશારો કરતા બન્ને ગાડીઓના ચાલકોએ ગાડીઓ ઉભી રાખેલ નહી અને ગાંભોઇ તરફ ભગાડતા તેનો પીછો કરતા આગળ પુનાસણ પાટીયાથી થોડે આગળ જતાં હોન્ડા સીવીક ગાડી રોડની સાઇડમાં ઉતરી ગયેલ અને ક્રેટા ગાડી આગળ જતાં રોડ ઉપર ઉભી થઇ જતા નજીક જઇ જોતા ક્રેટા ગાડીમાંથી બે ઇસમ તથા હોન્ડા સીવીક ગાડીમાંથી બે ઇસમો અંધારાનો લાભ લઇ ગાડીઓ મુકી ભાડી ગયેલ તેમજ પકડાયે બન્ને ગાડીઓમાં જોતાં ક્રેટા ગાડી નંબર-GJ27DM4097 માં ચેક કરતા કોઇ વાંધાજનક ચીજ વસ્તુ મળી આવેલ નહી અને હોન્ડા સીવીક ગાડી નંબર-GJ01HP3609 માં ચેક કરતાં વચ્ચેની સીટમાં તથા ડેકીમાં ભારતીય બનાવટના વિદેશી દારૂ/બિયરની પેટીઓ તથા છુટી બોટલોનો જથ્થો ભરેલ હોઇ મળી
આવેલ વિદેશી દારૂ/બીયરની બોટલ/ટીન નંગ-૭૨૬ કિ.રૂ.૧,૮૮,૧૩૬/- તથા હોન્ડા કંપનીની સીવીક ગાડી નંબર-GJO1HP3609 કિ.રૂ.૫,૦૦,૦૦૦/- તથા હુન્ડાઇ કંપનીની ક્રેટા ગાડી નંબર-GJ27DM4097 કિ.રૂ.૫,૦૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૧૧,૮૮,૧૩૬/- નો મુદ્દામાલ મળી આવતાં તપાસ અર્થે કબ્જે કરી આરોપીઓ વિરૂધ્ધ ગાંભોઇ પોલીસ સ્ટેશન પાર્ટ સી.ગુ.ર.નં.૧૧૨૦૯૦૧૪૨૫૦૩૭૧/૨૦૨૫ ધી ગુજરાત પ્રોહિ એકટ ક.૬૫એઇ,૮૧,૮૩ મુજબનો પ્રોહીબીશનનો કેસ કરવામાં આવેલ છે.
રિપોર્ટર કમલેશ સિંધી