અમદાવાદ પ્લેન ક્રેશમાં મૃત્યુ પામેલા તમામ મૃતાત્માઓને ખેડબ્રહ્મા તાલુકા/શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી.
અમદાવાદના મેઘાણીનગર ખાતે બોઈંગ AI 171 પ્લેન ક્રેશમાં મૃત્યુ પામેલા ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સહિત 229 પેસેન્જર બે પાયલોટ અને 10 ક્રુ મેમ્બર સાથે 241 પેસેન્જર ઉપરાંત રેસીડેન્ટ ડોક્ટર્સ અને આસપાસ રહેતા રહીશો મળી અંદાજિત 275ની આસપાસ મૃત્યુ પામેલા તમામ મૃતાત્માઓની શાંતિ માટે ખેડબ્રહ્મા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભમરસિંહ ચંદાવત, ખેડબ્રહ્મા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત શર્મા તથા કોંગ્રેસ પક્ષના તમામ કાર્યકરો દ્વારા મીણબત્તી પ્રગટાવીને સરદાર ચોક ખાતે મૌન પાડી શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો, વિવિધ સેલના પ્રમુખશ્રીઓ તથા નગરપાલિકાના કોર્પોરેટરશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા તથા આ પ્લેન ક્રેશમાં ઘાયલ થયેલા તમામ જલ્દીથી સ્વસ્થ થાય અને પોતાના ઘરે પરત પર તે માટેની પ્રાર્થના કરવામાં આવી હતી.
તસવીર અહેવાલ.. વિશાલ ચૌહાણ સાબરકાંઠા