>
Tuesday, July 1, 2025

વેરાવળમાં ACBનો સપાટો: લગ્ન નોંધણી શાખાનો પટ્ટાવાળો ₹7,300ની લાંચ લેતા ઝડપાયો

વેરાવળમાં ACBનો સપાટો: લગ્ન નોંધણી શાખાનો પટ્ટાવાળો ₹7,300ની લાંચ લેતા ઝડપાયો

 

ગીર સોમનાથ એ.સી.બી.એ આજે, ૧૯ જૂન, ૨૦૨૫ના રોજ વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકા કચેરીની લગ્ન નોંધણી શાખામાં એક સફળ ટ્રેપ ગોઠવી હતી. જેમાં ગોવિંદભાઈ સરમણભાઈ કામળીયા (ઉ.વ. ૪૨), જે પટ્ટાવાળા તરીકે ફરજ બજાવે છે, તેમને ₹૭,૩૦૦ની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યા હતા.

પ્રાપ્ત વિગતો અનુસાર, એક જાગૃત નાગરિકે ગીર સોમનાથ એ.સી.બી.નો સંપર્ક કરીને ફરિયાદ નોંધાવી હતી કે, તેમણે લગ્ન નોંધણી શાખામાં મેરેજ સર્ટિફિકેટ કઢાવવા માટે કુલ ૪૨ ફાઈલો આપી હતી. આ ફાઈલો પૈકી સમૂહલગ્નની ફાઈલ દીઠ ₹૧૦૦ અને અન્ય ફાઈલોના ₹૨૦૦ લેખે, એમ કુલ ₹૭,૩૦૦ની ગેરકાયદેસર લાંચની માંગણી ગોવિંદભાઈ કામળીયા દ્વારા કરવામાં આવી હતી. ફરિયાદી લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી તેમણે એ.સી.બી.નો સંપર્ક કર્યો હતો.ફરિયાદના આધારે, આજે એ.સી.બી. દ્વારા લાંચના છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું. આયોજન મુજબ, આક્ષેપિત ગોવિંદભાઈ કામળીયાએ વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકા કચેરી, વેરાવળ ખાતે લાંચની રકમ સ્વીકારી હતી અને તે જ સ્થળે તેમને ઝડપી પાડવામાં આવ્યા હતા.

આ સમગ્ર ઓપરેશન શ્રી ડી.આર. ગઢવી, પોલીસ ઇન્સ્પેક્ટર, ગીર સોમનાથ એ.સી.બી. પો.સ્ટે. દ્વારા ટ્રેપિંગ અધિકારી તરીકે પાર પાડવામાં આવ્યું હતું. જ્યારે શ્રી બી.એમ. પટેલ, મદદનીશ નિયામકશ્રી, ઇન્ચાર્જ એ.સી.બી. એકમ, જૂનાગઢ દ્વારા સુપરવિઝન કરવામાં આવ્યું હતું.

આ ઘટનાથી સરકારી કચેરીઓમાં ચાલતા ભ્રષ્ટાચાર પર ફરી એકવાર લગામ કસાઈ છે અને સામાન્ય જનતાને ન્યાય મળવાની આશા બંધાઈ છે.

 

રિપોર્ટર ધર્મેશ ચાવડા ગીર સોમનાથ

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores