>
Tuesday, July 1, 2025

સોનગઢ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશનના ગુનામાં નાસતા ફરતા વોન્ટેડ આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાંચ તાપી તથા પેરોલ ફર્લો સ્કોર્ડ તાપી.

સોનગઢ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશનના ગુનામાં નાસતા ફરતા વોન્ટેડ આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાંચ તાપી તથા પેરોલ ફર્લો સ્કોર્ડ તાપી.

 

વંશ પટેલ-તાપી તા.૧૮/૦૬

શ્રી પ્રેમ વીર સિંહ સાહેબ, પોલીસ મહાનિરીક્ષક, સુરત વિભાગ, સુરત તથા શ્રી રાહુલ પટેલ સાહેબ, પોલીસ અધિક્ષક, તાપી-વ્યારાનાઓએ જિલ્લામાં નાસતા ફરતા આરોપીઓ અને શરીર/મિલકત સબંધિત ગુન્હાઓ ડીટેકટ કરી કડક કાર્યવાહી કરવા સુચના આપેલ હોઇ જે અનુસંધાને

 

ગઇ તા.૧૭/૦૬/૨૦૨૫ ના રોજ શ્રી ડી.અસ.ગોહિલ, પોલીસ ઈન્સ્પેકટર, એલ.સી.બી.તાપી નાઓની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ પો.સ.ઈ.શ્રી, એન.એસ.વસાવા, પેરોલ ફર્લો સ્કોર્ડ તાપી નાઓ એલ.સી.બી./ પેરોલ ફર્લો સ્કોડ, તાપીના પોલીસ માણસો સાથે વ્યારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં નીકળેલ હતા. તે દરમ્યાન સાથેના એ.એસ.આઈ.ગણપતસિંહ રૂપસિંહ બ.નં.૩૩૦ તથા હે.કો. વિનોદભાઇ પ્રતાપભાઈ બ.નં.૩૯૧ નાઓને મળેલ સંયુકત બાતમી આધારે વ્યારા પનિયારી સુગર ફેક્ટરી પાસેથી સોનગઢ પો.સ્ટે.સી પાર્ટ ગુ.ર.નં.૧૧૮૨૪૦૦૪૨૪૧૭૨૭/૨૦૨૪ પ્રોહી કલમ ૬પઇ, ૮૧, ૮૩, ૯૮(૨), ૧૧૬(બી) મુજબના ગુનાના કામે સંડોવાયેલ નાસતો ફરતો વોન્ટેડ-આરોપી- યોગેશ ઉર્ફે લાલુ ઉર્ફે શીવા ઓમપ્રકાશ જયસ્વાલ ઉ.વ.૨૮ રહે.ઘર નં.૨૬ મગરવાડા પંચાયત, બદલીવાડી, મોટી દમણ મુળ રહે.રખાહ બજાર પાઇપ ની બાજુમાં થાના. પટ્ટી જી.પ્રતાપગઢ યુ.પી. નાને પકડી પાડી તા.૧૭/૦૬/૨૦૨૫ ના કલાક-૧૮/૩૦ વાગે B.N.S.S. કલમ-૩૫(૧)જે મુજબ અટક કરી આગળની વધુ કાર્યવાહી સારૂ વ્યારા પો.સ્ટે.ને સોંપેલ છે.

 

કામગીરી કરનાર ટીમ :-

 

પો.ઇન્સ.શ્રી ડી.એસ.ગોહિલ, એલ.સી.બી. જી.તાપી નાઓની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ હેઠળ પો.સ.ઇ.શ્રી, એન.એસ.વસાવા, પેરોલ ફર્લો સ્કોર્ડ તાપી તથા એ.એસ.આઇ. ગણપતસિંહ રૂપસિંહ બ.નં.૩૩૦, હે.કો.વિનોદભાઈ પ્રતાપભાઇ બ.નં.૩૯૧, હે.કો. ધર્મેશભાઇ મગનભાઇ બ.નં.૬૮૬, હે.કો.બીપીનભાઈ રમેશભાઈ બ.નં.૬૫૫ તથા પો.કો.રોનક સ્ટીવન્સન બ.નં.૩૬૫ તથા પો.કો.સુનીલભાઈ ખુશાલભાઈ બ.નં.૫૫૪ એલ.સી.બી., જી.તાપી નાઓએ કામગીરી કરેલ છે.

રિપોર્ટર કમલેશ સિંધી

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores