સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત
૨૧ જૂન યોગ દિવસની પૂર્વ તૈયારીના ભાગરૂપે સાબરકાંઠા જિલ્લામાં વિવિધ સ્થળોએ યોગ પ્રશિક્ષણના વર્ગો યોજાયા

સમગ્ર રાજ્યમાં ચાલી રહેલા સ્વસ્થ ગુજરાત મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત ગુજરાત રાજ્ય યોગ બોર્ડના યોગ સેવક શ્રી શીશપાલજીના માર્ગદર્શન હેઠળ સાબરકાંઠા જિલ્લામાં વિવિધ સ્થળોએ યોગ પ્રશિક્ષણના વર્ગો ચાલી રહ્યા છે.
જન જન સુધી યોગનો વ્યાપ વધે એ હેતુથી સાબરકાંઠા જિલ્લામાં અને હિંમતનગર શહેરમાં ૨૧ મી જૂનના યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે વિવિધ સ્થળોએ યોગ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું છે.

આ કેમ્પમાં ભાગ લેનાર તંદુરસ્ત અને મેદસ્વિતા મુક્ત બને તેથી ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ના પ્રશિક્ષિત કોચ અને ટ્રેનર દ્વારા તાલીમ આપવામાં આવી રહી છે. સાબરકાંઠાના હિંમતનગર સબ જેલના કેદીઓ, શહેરની વિવિધ સોસાયટીઓ, ઇડરનાના જુદાજુદા વિસ્તારો તેમજ શાળા કોલેજોમાં યોગ પ્રશિક્ષણના વર્ગો ચાલી રહ્યા છે. જેનો લાભ બહોળી સંખ્યામાં લોકો લઈ રહ્યા છે.
તસવીર અહેવાલ … વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891







Total Users : 144853
Views Today : 