ઉના તાલુકાના દેલવાડા ગામે આગામી નવેમ્બર માસમાં યોજાનાર તુલસી વિવાહ પ્રસંગ આયોજન કરાયું
ઉના તાલુકાના દેલવાડા ગામે આગામી નવેમ્બર માસમાં તુલસી વિવાહ નુ આયોજન કરવામાં આવ્યું છે જેમાં તુલસી વિવાહ દરમિયાન ઉજવવામાં મા આવનાર કાર્યક્રમ અંગે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આગામી તારીખ 6/7/2025 ના રોજ તુલસી વિવાહ પ્રસંગ એ તુલસી રોપણ કરવા નુ નક્કી કરવામાં આવ્યું છે
આ તુલસી રોપણ કાર્યક્રમ મા દેલવાડા ગામ થી નજીક ના ગામ રામપરા ગામે થી ઠાકોર જી ની જાન આવસે એટલે આગામી તારીખ 6/7/2025 ના રોજ તુલસી રોપણ નુ આયોજન કરવામાં આવ્યું છે આ પ્રસંગે ધુન ભજન કિર્તન અને સામૈયા મોસાળા મામેરું વગેરે પ્રસંગો નુ આયોજન કરવામાં આવ્યું છે આજ ની આ તુલસી વિવાહ આયોજન મિટિંગ મા રાધે ક્રિષ્ના ગૌ મંદિર ના કલ્પેશભાઈ બારોટ ના આમંત્રણ ને માન આપી
ગુજરાત સરકાર ના નોટરી શ્રી નટવરલાલ બ્રહ્મભટ્ટ સાહેબ ચેમ્બર ઓફ કોમર્સ દેલવાડા ના હોદેદારો તથા વી.એચ.પી.ના. કુમાર ભાઇ બાંભણિયા અસવિનભાઇ બાંભણિયા સહિત ના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા…. બ્યુરો રિપોર્ટ…… રમેશભાઇ વંશ ઉના








Total Users : 142385
Views Today : 