>
Thursday, October 30, 2025

ઊનાના માંડવી બીચ પર ભારે કરંટ સાથે વરસાદી માહોલની મજા માણતા પ્રવાસીઓ

ઊનાના માંડવી બીચ પર ભારે કરંટ સાથે વરસાદી માહોલની મજા માણતા પ્રવાસીઓ

 

ઊના, તા,22જૂન દિવ નજીક આવેલા ઊના તાલુકાના માંડવી બીચ પર હાલ વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે મોટી સંખ્યામાં લોકો દરિયામાં નાહવાની અને આ કુદરતી વાતાવરણની મજા માણવા ઉમટી રહ્યા છે. દૂર દૂરથી આવેલા પ્રવાસીઓ દરિયાના પાણીમાં સ્નાન કરી આનંદ માણી રહ્યા છે, અને ખાસ કરીને દરિયામાં જોવા મળતો ભારે કરંટ લોકોને વધુ રોમાંચિત કરી રહ્યો છે.

સામાન્ય રીતે દરિયામાં કરંટ હોય ત્યારે લોકોને સાવચેત રહેવાની સૂચના આપવામાં આવે છે, પરંતુ માંડવી બીચ પરનો વર્તમાન માહોલ કંઈક અલગ જ છે. અહીં લોકો ભારે કરંટ હોવા છતાં તેનો ભય રાખ્યા વિના દરિયાની મોજાંઓ સાથે ઝીલી રહ્યા છે. જાણે કે દરિયાનો કરંટ તેમને વધુ ઉત્સાહ અને આનંદ આપી રહ્યો હોય તેવું દ્રશ્ય જોવા મળી રહ્યું છે.વરસાદી વાતાવરણ અને દરિયાના મોજાંનો સંગમ પ્રવાસીઓ માટે એક અનૂઠો અનુભવ બની રહ્યો છે. પરિવારો સાથે આવેલા લોકો, યુવાનો અને બાળકો સૌ કોઈ આ વાતાવરણમાં ભળી જઈને છૂટથી મજા માણી રહ્યા છે. કેટલાક લોકો કિનારે બેસીને દરિયાના મોજાંનો નજારો માણી રહ્યા છે, તો ઘણા લોકો ઊંડા પાણીમાં જઈને તરવાનો આનંદ લઈ રહ્યા છે.

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores