>
Wednesday, June 25, 2025

નવાબંદર સર્વેલન્સ ટીમે હોડીના મશીન ચોરીનો અનડિટેકટેડ ગુનો ઉકેલ્યો

નવાબંદર સર્વેલન્સ ટીમે હોડીના મશીન ચોરીનો અનડિટેકટેડ ગુનો ઉકેલ્યો

 

નવાબંદર, ગીર સોમનાથ: ગીર સોમનાથ જિલ્લાના નવાબંદર મરીન પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમે બોટ (પીલાણું) માંથી મશીનની ચોરીના એક અનડિટેકટેડ ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા મેળવી છે. આ ગુનામાં સંડોવાયેલ એક ઈસમને ચોરીના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યો છે.ગત તારીખ ૦૩/૧૨/૨૦૨૪ ના રોજ નવાબંદરના મનસુખભાઈ ભગવાનભાઈ સોલંકીએ નવાબંદર મરીન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. તેમની “ધ્રુવ પ્રસાદ” નામની પીલાણું (હોડી), જેના રજીસ્ટ્રેશન નંબર IND-GJ-14-MO-2306 છે, તેમાંથી યામાહા કંપનીનું રૂ. ૭૫,૦૦૦/- ની કિંમતનું મશીન કોઈ અજાણ્યા ચોર ઈસમ દ્વારા ચોરી કરી લેવામાં આવ્યું હતું. આ અંગે નવાબંદર મરીન પો.સ્ટે.માં બી.એન.એસ કલમ – ૩૦૩ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.નવાબંદર પોલીસ સ્ટેશન ના સર્વેલન્સ સ્કોડના માણસો પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન પો. હેડ કોન્સ્ટેબલ પી.પી. બાંભણીયા, જીતેશકુમાર દમણીયા અને પો. કોન્સ્ટેબલ સંદીપભાઈ ઝણકાટની સંયુક્ત ખાનગી બાતમીના આધારે ચોરીમાં સંડોવાયેલ ઈસમને મુદ્દામાલ સાથે પકડી પાડવામાં આવ્યો હતો.

ઝડપાયેલ આરોપી:અમીન ઉર્ફે સુરી આરીફભાઇ મન્સુરી, ઉ.વ. ૨૪, ધંધો: મચ્છીમારી, રહે: નવાબંદર મસ્તાનચોક, તા. ઉના, જી. ગીર સોમનાથ.કબ્જે કરાયેલ મુદ્દામાલ: (૧) યામાહા કંપનીનું OBM 2 STROKE YAMAHA PETROL E8DMH મશીન, જેનો એન્જીન નંબર – ૧૦૩૩૦૭૪, કાર્ટુન નંબર-૪૨૪૦૧૧ અને મોડેલ નંબર- E8DMHL છે. આ મશીનની કિંમત રૂ. ૭૫,૦૦૦/- આંકવામાં આવી છે. (૨) વીવો કંપનીનો એક મોબાઈલ ફોન, જેની કિંમત રૂ. ૫,૦૦૦/- છે.કુલ કબ્જે કરાયેલ મુદ્દામાલની કિંમત રૂ. ૮૦,૦૦૦/- થાય છે.આ સફળ કામગીરી કરનાર અધિકારીઓ અને કર્મચારીઓમાં ઇ/ચા પોલીસ ઇન્સ. શ્રી વી.કે. ઝાલા, એ.એસ.આઇ. અશ્વિનભાઈ ડોડીયા, સંજયભાઈ ચાવડા, પો. હેડ કોન્સ્ટેબલ પાંચાભાઈ બાંભણીયા, જીતેશકુમાર દમણીયા, કનુભાઈ બાંભણીયા, પો. કોન્સ્ટેબલ સંદીપભાઈ ઝણકાટ, વાજસુરભાઈ રામ અને જશપાલભાઈ ડોડીયાનો સમાવેશ થાય છે. પોલીસે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

રિપોર્ટર ધર્મેશ ચાવડા

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores