ઉપલેટા પાટણવાવ રોડ ઉપર ના સૌરાષ્ટ્ર ના સૌથી લાંબા પુલ તરીકે જેમની ગણના થતી તે જીર્ણ થતાં થોડા વર્ષો પહેલા કરોડો ના ખર્ચે બનેલા નવા પુલમાં ભ્રષ્ટાચાર ના ગાબડા
અહીંના પાટણવાવ રોડ ભાદર નદીના થી હાડફોડી તરફ જતો પ્રજા વાત્સલ્ય રાજવી ભગતસિંહજી (ગોંડલ બાપુ) ના સમયમાં બનેલા બાંધકામ ના ટાંચા સાધનો વચ્ચે બનેલા ઉત્તમ બેનમુન કલા કારીગીરી ના બેનમુન નમુના સમો પૂલ સૌરાષ્ટ્રના સૌથી લાંબા પુલ તરીકે જેમની ગણના થતી હતી તે પુલ ઓવરલોડ વાહનો ને કારણે ક્ષિણ થતા કરોડો રૂપિયા ને ખર્ચ થોડા વર્ષો પહેલાજ બનાવેલા તેની બાજુમાં નવા પુલમાં ભ્રષ્ટાચાર ના ગાબડા પડી ગયા છે મોટી લંબાઈના આ પુલ ઉપર ઠેર ઠેર મોટા દોઢ દોઢ ફુટના ગાબડા પડી ગયા છે અને અનેક જગ્યાએ પુલ બેસી ગયો છે ખીલાસરી બહાર આવી ગઈ છે 
આ પુલ ઉપરથી વંથલી માણાવદર બાંટવા સરદારગઢ જુનાગઢ કેશોદ મેંદરડા માળીયા હાટીના થી ઠેઠ વેરાવળ સોમનાથ સહિતના શહેર અને તાલુકાના ૨૦૦૦ થી વધુ નાના મોટા ગામો ને જોડતો મુખ્ય રસ્તો છે દિવસે દિવસે આ રસ્તો ક્ષીણ થતો જાયછે ત્યાંરે આવા મહત્વના રસ્તા બાબતે સરકાર ની અવગણના ઉપરોકત મોટી સંખ્યાના ગામો ના લોકો ને સંગઠીત થઈ મોટા આંદોલન તરફ દોરી જાય તો નવાઈ નહીં
રિપોર્ટર ભાવેશ ગોહિલ ઉપલેટા








Total Users : 142385
Views Today : 