>
Wednesday, June 25, 2025

ઉપલેટા મામલતદાર કચેરી ખાતે આવનારા મુસ્લિમોના તહેવાર મોહરમ માસ નિમિતે મુસ્લિમ આગેવાનો સહિતની હાજરીમાં અગત્યની મિટિંગનું આયોજન કરાયું 

ઉપલેટા મામલતદાર કચેરી ખાતે આવનારા મુસ્લિમોના તહેવાર મોહરમ માસ નિમિતે મુસ્લિમ આગેવાનો સહિતની હાજરીમાં અગત્યની મિટિંગનું આયોજન કરાયું

હાલ મુસ્લિમોના પવિત્ર તહેવાર અને તાજીયા કમિટી ઉપલેટા તાલુકાના મુસ્લિમ આગેવાનો સાથે મળી મામલતદાર કચેરી ઉપલેટામાં એક મહત્વની મિટિંગનું આયોજન મામલતદાર નિખિલ મહેતા ની અધ્યક્ષતામાં કરાયુ હતુ જેમાં ઉપલેટા, ભાયાવદર, પાનેલી, કલારિય, પડવલા સહિત વગેરે ગ્રામ્યનાં મોહરમ તાજીયા કમિટીનાં પ્રમુખો, આગેવાનો, PGVCL નાં અધિકારીઓ, પોલિસ સ્ટાફ સહીતના અધિકારીઓ સહિત આ મિટિંગનું આયોજન કરાયું હતું જેમાં ૨૦૨૪ ની ગાઇડલાઈન અને રાજકોટ જિલ્લા કલેક્ટર શ્રી નાં આદેશ મુજબ દરેક જગ્યાઓ પર સરકાર શ્રીના આદેશ મુજબ તાજિયાના તહેવાર યોજવામા આવે તેવી માહિતીઓ આપવામા આવી હતી

મોહરમ માસ દરમ્યાન જુલૂસ તાજીયા દરમ્યાન અગાઉ પણ ધોરાજી જામનગર સહીતના શહેરોમાં તાજીયાનાં જુલૂસ દરમ્યાન ઇલેક્ટ્રિક વાયરને અડી જવાથી સોક લાગવાના અને મૃત્યું પામવાના બનાવો બની ચૂક્યા છે જેને ધ્યાને લઇ રાજકોટ કલેકટર, ઉપલેટા મામલતદાર, ઉપલેટા પોલિસ તેમજ PGVCL દ્વારા તમામ તાજીયા કમિટીઓને ગાઇડલાઈ આપી સાવચેતી વર્તવા અને અન્ય કોઇ નડતરરૂપ વીજ વાયર કે કોઇ બીજી જરૂરિયાત જણાય તો PGVCL ની ટીમને તુરંત જાણ કરવા અથવા તાજીયા કમિટી નાં આગેવાનો પ્રમુખોને જાણ કરવા જણાવવામાં આવ્યું હતું તદઉપરાંત જીલ્લા કલેક્ટરના આદેશ મુજબ તજિયાની ઊંચાઈ રાખવા પણ જાણ કરવામાં આવી હતી

 

રિપોર્ટર:- ભાવેશ ગોહિલ

ઉપલેટા:—–////////

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores