ખેડબ્રહ્મા શહેરની સંત શ્રી નથુરામ બાપા જ્યોતિ વિદ્યાલય ખાતે શાળા પ્રવેશોત્સવ યોજાયો
સંતશ્રી નથુરામબાપા જ્યોતિ વિદ્યાલય, ખેડબ્રહ્મા મુકામે આજરોજ કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ સચિવાલય, ગાંધીનગર ઉદ્યોગ અને ખાણ ઉપસચિવ શ્રીમતી જીનલબેન ચૌધરીની ઉપસ્થિતિમાં ધોરણ નવ અને ધોરણ 11 માં નવીન પ્રવેશપાત્ર વિદ્યાર્થીઓને આવકારવા માટે પ્રવેશોત્સવ યોજાયો હતો. જેમાં ધોરણ નવ માં 194 અને ધોરણ 11 માં 108 બાળકોને પુસ્તકો વિતરણ કરી અને આવકાર્યા હતા. આ ઉપરાંત શાળામાં ધોરણ 12 માં કેન્દ્રમાં પ્રથમ આવેલ દીકરી પ્રજાપતિ મહેક મનોજકુમારને વિશિષ્ટ સન્માન આપવામાં આવ્યું હતું. તથા 12 દીકરા દીકરીઓને વિશિષ્ટ સિદ્ધિ સન્માન તરીકે મોમેન્ટો આપી બહુમાન કરવામાં આવેલ.
શાળાના આચાર્યશ્રી સુરેશકુમાર એસ.પટેલે 41 વર્ષ પછી અંતરીક્ષમાં ગયેલ ભારતના અંતરીક્ષ યાત્રી શુભાંશુ શુક્લાને યાદ કર્યા હતા. ઉપસચિવ જીનલબહેને સૌ દીકરા દીકરીઓને રાષ્ટ્ર નિર્માણ માટે આગળ વધવા અપીલ કરેલ. આ પ્રસંગે શાળાના પ્રમુખ જેઠાભાઈ પટેલ, જ્ઞાન એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ રસિકભાઈ પટેલ અને મંત્રીશ્રી પ્રફુલભાઈ પટેલ, સી.આર.સી પ્રફુલભાઈ પ્રજાપતિ અને પ્રવીણભાઈ ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સુંદર સંચાલન 11 સાયન્સ ની દીકરી હેમંતિકા પ્રજાપતિએ કર્યું હતું. આભાર વિધિ રાજેન્દ્રસિંહજી દેવડાએ કરી હતી
તસવીર અહેવાલ… વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891