ઉના તાલુકાના દેલવાડા ગામે વિધાર્થીઓ તથા રાહદારીઓ માટે ખતરા સમાન ટિ.સી. આતો જોખમ છે
ઉના તાલુકાના દેલવાડા ગામે આવેલ કુમાર પ્રાથમિક શાળા કન્યા પેસેન્ટર શાળા તથા હાઇસ્કૂલ તથા દેલવાડા ગામમાં પ્રવેશ કરતો મુખ્ય માર્ગ છે આ રસ્તો દરરોજ ના 2000/2200 વિધાર્થીઓ તથા રાહદારીઓ ની સતત અવરજવર ચાલુ રહે છે તથા આ રસ્તા ઉપર શ્રી રાધે ક્રિષ્ના ગૌ મંદિર પણ આવેલું છે આમ સતત ધમધમતા આ રસ્તે ખોડિયાર નગર સોસાયટી ના મુખ્ય પ્રવેશદ્વાર પર પી.જી.વી.સી.એલ. નુ ટિ.સી.આવેલ છે આ ટિ.સી ને નિયમ મુજબ સેફ્ટી કોર્ડન કરેલુ હોવુ જોઈએ એવી કોઈ સેફ્ટી કરેલ નથી કે કોઈ સલામતી વ્યવસ્થા નથી તો આ રસ્તે નિચાણવાળો વિસ્તાર હોવાથી વરસાદ ચાલુ હોય ત્યારે પાણી પણ ભરાય છે જેથી આ ટિ.સી. અન્ય સલામત સ્થળે ખસેડવામાં આવવુ જોઈએ આ ટિ.સી. નજદીક થી શાળા છુટે ત્યારે બાળકો પોતાની અલગારી મસ્તી કરતા ઘર તરફ જતા હોય છે હવે જોવાનું એ છે કે સ્થાનિક પી.જી.વી.સી.એલ. નુ તંત્ર આ ટિ. સી. કોઇ અકસ્માત સર્જે એની રાહ જોવાઇ રહી છે
કે શું આથી આ ટિ.સી. વહેલી તકે સ્થાન ફેર કરવા મા આવે અથવા સલામતી વ્યવસ્થા કરવામાં આવે તેવી લોક માગણી ઉઠી છે બ્યુરો રિપોર્ટ…. રમેશભાઇ વંશ ઉના