થરાદ ખાતે નવા રામજી મંદિરેથી 35 મી ભવ્ય શોભાયાત્રા નિકળી*
*ભગવાન શ્રીજગનનાથજીની નગરયાત્રા જીવંતતાનું ઉત્તમ પ્રતિક છે:- જગદીશસિંહ પરમાર*
*01 એએસપી,01 પીઆઈ, 04 પીએસઆઈ, 69 પોલીસ જવાનો,35 હોમગાર્ડ જવાનોનો બંદોબસ્ત ગોઠવાયો*
*વિવિધ સમાજો અને સંગઠનો દ્રારા ઠેરઠેર જગ્યાએ ઠંડાપીણાના કેમ્પ અને સ્વાગત રખાયુ*
પ્રતિ નિધિ થરાદ
થરાદ ખાતે શ્રીરામ સેવા સમિતિ દ્વારા 35મી ભગવાન જગન્નાથની ભવ્ય શોભાયાતા નીકળી હતી જેમાં ભગવાન જગન્નાથની શોભાયાત્રા રામજી મંદિરથી નીકળી હતી જવાહર ચોક, મોચી બજાર, જૈન દેરાસર, કાજીવાસ ,જુની ગંજ બજાર ,મહાલક્ષ્મી મંદિર, જોની નગરપાલિકા ,બળીયા હનુમાન મંદિર થી પરત મંદિરે ફરી હતી આ શોભાયાત્રામાં બેન્ડ બાજા, ઘોડા, બગી, ડીજે, નાશિક ઢોલ, ઘોડા ઊંટ સહિત
આ શોભાયાત્રા પ્રસ્થાનમાં સંત શ્રી રામ લખનદાસ બાપુ ચારડા ,પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ ,કોંગ્રેસ જિલ્લા પ્રમુખ ગુલાબસિંહ રાજપુત, ડી ડી રાજપૂત, પૂર્વ ધારાસભ્ય માવજીભાઈ પટેલ શૈલેષભાઈ પટેલ, પથુંસિંહ રાજપુત ,અજયભાઈ ઓઝા,જગદીશસિંહ પરમાર ,આંબાજી સોલંકી, મોગીલાલ,પટેલ,, દીપકભાઈ ઓઝા ભગવાનભાઈ જોષી,પ્રધાનજી ઠાકોર,મદનલાલ પટેલ,હાજીભાઈ પઠાણ,પ્રવીણભાઈ વરણ,જૈમિનભાઈ પ્રજાપતિ,પ્રતાપભાઈ
સોની, સતારભાઈ મેમણ સહિતના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને શાંતિપૂર્ણ આ શોભાયાત્રા પૂર્ણ થઇ હતી આ શોભાયાત્રાનું મુસ્લિમ સમાજ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું આ શોભાયાત્રામાં અલગ અલગ જગ્યાએ ભક્તો દ્વારા આઈસ્ક્રીમા ઠંડુ પાણી છાસ શરબત સહિતના કેમ્પો કરવામાં આવ્યા હતા ભગવાન જગન્નાથની શોભાયાત્રામાં 110 પોલીસ કર્મચારી દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો જેમાં (1 )એ.એસ.પી (1)PI (4) પીએસઆઇ પોલીસ (69 )પોલીસ.(35) હોમગાર્ડ જવાનો સહિત પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો તેમજ ભગવાન જગન્નાથની રથયાત્રામાં ભગવાને મહાપ્રસાદ ચોખા ધીના (200) કિલોના (5000 )હજાર લાડુનો મહાપ્રસાદ કરવામાં આવ્યો હતો અને(400) કીલો કાકડી 200 કિલો જાંબુ (100) કિલો મગ સહિતનો ભગવાનને પ્રસાદ કરવામાં આવ્યો અને સમગ્ર થરાદ પંથકના ગ્રામજનોએ પ્રસાદનો લાભ લીધો હતો….
શોભાયાત્રાનું આયોજન શ્રી રામ સેવા સમિતિદ્વારા કરવામાં આવ્યું હતું
બોકસ:- સેવાભાવી સંસ્થાઓ દ્વારા અલગ અલગ પ્રસાદનું આયોજન કરાયું
———————————
થરાદ ખાતે જગન્નાથ ભગવાનની શોભાયાત્રામાં લાંબા રૂટમાં અલગ અલગ સેવાભાવી સંસ્થાઓ દ્વારા અને સંગઠનો દ્વારા પ્રસાદ તેમજ ઠંડાપીણા, લીંબુ સરબત, છાશ અને આઇસ્ક્રીમ શરબતનું આયોજન કરવામાં આવ્યું હતું…..
તસ્વીર: હમીરભાઇ રાજપૂત થરાદ