>
Sunday, July 20, 2025

ઉના તાલુકાના દેલવાડા ગામે આજરોજ શાળા પ્રવેશોત્સવ નિમિત્તે પધારેલા પી.જી.વી.સી.એલ. ના અધિકારી રાઠોડ ને રુબરુ રજુઆત કરતા વાલીમંડળ ના પ્રતિનિધિ ઓ…

ઉના તાલુકાના દેલવાડા ગામે આજરોજ શાળા પ્રવેશોત્સવ નિમિત્તે પધારેલા પી.જી.વી.સી.એલ. ના અધિકારી રાઠોડ ને રુબરુ રજુઆત કરતા વાલીમંડળ ના પ્રતિનિધિ ઓ…

ઉના તાલુકાના દેલવાડા ગામે કન્યા શાળા કુમાર શાળા નજીક માં પી.જી.વી.સી.એલ. નુ ટિ. સી. આવેલ છે જે સંદર્ભે ન્યુઝ ઓફ વડલી મા સમાચાર પ્રસિદ્ધ થયા હતા જેનો પડઘો પડયો હોય એવું લાગી રહ્યું છે

આજરોજ શાળા પ્રવેશોત્સવ નિમિત્તે દેલવાડા ગામે પધારેલા પી.જી.વી.સી.એલ. ના અધિકારી ને દેલવાડા ગામ ના વાલીમંડળ વતી સરોજબેન વાજા તથા રમેશભાઇ વંશ તથા અસવિન ભાઇ બાંભણિયા એ રુબરુ મુલાકાત કરી આ ટિ.સી. બાબત એ રજુઆત કરી હતી અને આવેલા અધિકારી શ્રી ને સ્થળ નિરીક્ષણ કરાવેલ હતુ સાથે સાથે આ ટિ.સી. ના કારણે ભવિષ્યમાં કોઈ અકસ્માત ના થાય એવી તકેદારી રાખવા પણ જણાવાયું હતું ત્યારે આ આગેવાનો રજુઆત કરતા હતા ત્યારે સ્થાનિક ચુંટાયેલા તાલુકા પંચાયત સદસ્ય શ્રી એ ચાલતી પકડી દુર ઉભા રહી કુતૂહલ વસ નિહાળી રહ્યા હતા ત્યારે સવાલ એ થાય છે કે ગ્રામ જનો ને પડતી મુશ્કેલી અંગે સ્થાનિક પદાધિકારી ઓ રજુઆત કરવા ને બદલે ચાલતી પકડી દુર જતા રહ્યા હોય એ પણ એક ચર્ચા નો વિષય બની ગયો છે આવેલા અધિકારી શ્રી એ રજુઆત સંદર્ભે સરકાર મા વાત પહોંચાડવા ની ખાત્રી આપી હતી સાથે સાથે આ ટિસી જ્યાં સુધી સ્થળાંતર ન થાય ત્યાં સુધી કોડૅન કરી સેફ્ટી કોર્ડન કરવા ની ખાત્રી આપી હતી

આમ સરોજબેન વાજા તથા રમેશભાઇ વંશ તથા અસવિન ભાઇ બાંભણિયા એ વાલીમંડળ વતી ધારદાર રજૂઆત કરી રજુઆત પત્ર એનાયત કરાયો હતો બ્યુરો રિપોર્ટ…. રમેશભાઇ વંશ ઉના

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores