રાજુલાના યુવા પત્રકાર ધર્મેશ મહેતાના દાદાનું દુઃખદ નિધન…..
રાજુલાના ડુંગર ગામના પૂર્વ સરપંચ મનીષભાઇ મહેતાના પિતા તેમજ યુવા પત્રકાર ધર્મેશ મહેતાના દાદાનું દુઃખદ નિધન થયું છે. ડુંગર નિવાસી સ્વ. જયંતિલાલ પ્રાગજીભાઇ મહેતાના પુત્ર મંગળદાસ જયંતીલાલ મહેતા ઉ.વ. ૯૦ ગુરૂવાર તારીખ ૨૬-૦૬-૨૦૨૫ ના રોજ શ્રીજી ચરણ પામેલ છે. અને તે જ્યોતિબેનના પતિ તે મનીષ, વીપુલ, ભાવના ના પિતાશ્રી તે ધર્મેશના દાદા, કમલેશકુમાર તથા રૂપલના સસરા તે સ્વ. શાંતિલાલ પ્રાગજી મહેતા, સ્વ. ભુપતરાય પ્રાગજી મહેતાના ભત્રીજા, સ્વ. પ્રતાપભાઇ, સ્વ. જસંવતભાઇ, સ્વ. કાન્તિભાઇ, સ્વ. પ્રવિણભાઇ, સ્વ. મહેન્દ્રભાઇ, કળાબેન નવીનચંદ્ર મહેતા, સ્વ. મંજુબેન હર્ષદભાઇ મહેતા, જયાબેન રમણીકલાલ મહેતા ના ભાઇ, મહુવા નિવાસી સ્વ. જેઠાલાલ વનમાળીદાસ મહેતા ના જમાઇ, સુરેશભાઇ, ભુપતભાઇ, ભરતભાઇ ના બનેવી શ્રીજી ચરણ પામેલ છે. અને તેમનું સદગત બેસણું ડુંગર મુકામે તેમના નિવાસ સ્થાને તારીખ ૨૯-૦૬-૨૦૨૫ ને રવિવાર ના રોજ બપોરે ૦૪: થી ૬:૦૦ કલાક સુધી રાખેલ છે…..