ઉના તાલુકાના દેલવાડા ગામે દિવ દરવાજા એ પંચાયત ની અણ આવડત નુ ગ્રહણ
ઉના તાલુકાના દેલવાડા ગામ એટલે ઉના તાલુકા નુ સૌથી મોટુ ગામ સરકાર ની વિવિધ ગ્રાન્ટ મેળવવા મા મોટુ ગામ છતાં ગામ માં સુવિધા ના નામે શુનય
ગામ ના દિવ દરવાજા પાસે મિનારા વાળી મસ્જિદ છે મિનારા ઐતિહાસિક છે અને પર્યટકો આ મિનારા ની મુલાકાત કરવા આવતા હોય છે પરંતુ દેલવાડા પંચાયત દ્રારા આ ઐતિહાસિક મિનારા ની ગરિમા પણ જાળવવા મા નિષ્ફળ ગય હોય એવું લાગે છે વરસાદ ના પાણી ના યોગ્ય નિકાલ કરવા માટે ની કોઈ વ્યવસ્થા નો હોય એ કારણોસર હાલ મા દિવ દરવાજા પાસે થી ચાલવું મુશ્કેલ બની ગયું છે દેલવાડા ગામ ઐતિહાસિક ગામ છે પરંતુ સ્થાનિક પંચાયત દ્રારા આ ઐતિહાસિક મિનારા જેવી વિરાસત ને પણ ગણકારતી નથી અને વરસાદ ના પાણી ના નિકાલ કરવા માટે કોઈ પણ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી નથી જેથી કરીને આ વરસાદી પાણી ના નિકાલ માટે ભુગર્ભ ગટર વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ ઉઠી છે દિવ દરવાજો એ દેલવાડા ગામ ની આન બાન અને શાન છે છતાં સ્થાનિક પંચાયત દ્રારા એના માટે કોઈ નક્કર કામગીરી હાથ ધરવામાં નથી આવતી હાલ મા મહોરમ પર્વ નજદીક હોય આ મિનારા ની મસ્જિદ પાસે મહોરમ પર્વ ની ઉજવણી કરવામાં આવસે તો આ મિનારા વાળી મસ્જિદ આસ પાસ પાણી ભરાવાના ની સમસ્યા થી છુટકારો મળે એવી લોક માંગ ઉઠી છે હવે જોવાનું એ રહ્યું કે સ્થાનિક પંચાયત દ્રારા આ સમસ્યાનો ઉકેલ આવસે કે જનતા જોતી રહેશે
બ્યુરો રિપોર્ટ…. રમેશભાઇ વંશ ઉના