ચોરીનો ભેદ ખૂલ્યો: અમીરગઢમાં થયેલી ત્રણ વાહન ચોરીનો ભેદ ઉકેલાયો.
અમીરગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલી ત્રણ અલગ અલગ ચોરીના ગુના ઉકેલવા અમીરગઢ પોલીસ ઇન્સ્પેક્ટર એસ.કે.પરમાર શુક્રવારે સ્ટાફ સાથે ટેકનિકલ તથા હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે અનડીટેક્ટ ચોરીની તપાસ કરી રહ્યાં હતાં. ત્યારે ખાનગી રાહે બાતમીનાં આધારે પોલીસે અમીરગઢ તાલુકાના ખાપા ગામના સોમાભાઈ ભારમાભાઈ પઢીયારને પકડી પાડયો હતો.
પોલીસે તેની પાસેથી બે મોબાઈલ, એક ટ્રેક્ટરની બેટરી અને બાઈક સહિત રૂપિયા 73,500નો મુદામાલ રીકવર કર્યો હતો.
જ્યારે અન્ય બે આરોપીઓ ફરાર છે. રિપોર્ટ પરબત દેસાઈ પાલનપુર