આગથળા પો.સ્ટેના આર્મ એક્ટના ગુનામાં નાસતા-ફરતા આરોપીને પકડી પાડતી એસ.ઓ.જી.,પાલનપુર, બનાસકાંઠા.
શ્રી ચિરાગ કોરડીયા, પોલીસ મહાનિરીક્ષક,સરહદી રેંજ કચ્છ-ભુજ તથા શ્રી અક્ષયરાજ, પોલીસ અધિક્ષક બનાસકાંઠા જીલ્લાનાઓએ નાસતા ફરતા આરોપીઓ પકડી પાડવા સારૂ કરેલ સુચના અન્વયે,
શ્રી એચ.બી.ધાંધલ્યા, પોલીસ ઇન્સ્પેકટર એસ.ઓ.જી તથા શ્રી એ.જી.રબારી, પો.ઈન્સ એસ.ઓ.જી તથા શ્રી એસ.આર.જોગરાણા, પો.સબ.ઈન્સ. તથા શ્રી જે.જે.સરવૈયા, પો.સબ.ઈન્સ. એસ.ઓ.જી નાઓના માર્ગદર્શન હેઠળ, એસ.ઓ.જી. પોલીસ સ્ટાફના માણસો આગથળા પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતાં દરમ્યાન બાતમી હકિકત આધારે આગથળા પોલીસ સ્ટેશન પાર્ટ બી.ગુ.ર.નં.૧૧૧૯૫૦૦૧૨૫૦૧૩૪/૨૦૨૫ આર્મ એકટ કલમ ૨૫(૧) (બી) (એ) મુજબના ગુનાના કામના નાસતા ફરતા આરોપી મુકેશભાઈ મોહનભાઈ જાતે વજીર ઉ.વ.૩૮ ધંધો ડ્રાઈવીંગ રહે. લાખણી પ્રાથમિક શાળાની પાછળ, તા.લાખણી જી.બનાસકાંઠા વાળો લાખણી મુકામેથી મળી આવતા એસ.ઓ.જી કચેરી ખાતે લાવી ગુનાના કામે કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.
પકડાયેલ આરોપી- મુકેશભાઈ મોહનભાઈ જાતે વજીર ઉ.વ.૩૮ ધંધો ડ્રાઈવીંગ રહે. લાખણી પ્રાથમિક શાળાની પાછળ, તા.લાખણી જી.બનાસકાંઠા અહેવાલ = અલ્તાફ મેમણ પાલનપુર