પૂર્વ કચ્છમાંથી હેરાન કરતી ઘટના સામે આવી .
5 વર્ષની માસૂમ બાળકી સાથે દુષ્કર્મનો ની નોધાઈ ફરિયાદ…
દિનદહાડે દુષ્કર્મ! બાળકી પર હેવાનિયતથી ધ્રૂજ્યું કચ્છ
હેવાને બચપણ લૂંછી લીધું: બાવળની ઝાડી પાછળ નરાધમનો કૃત્ય
શિણાય પછી હવે રાપર દુષ્કર્મના કિસ્સાઓએ હળોળાવ્યું કચ્છ!
પાંચ વર્ષની માસૂમ પર પાશવી હેવાનિયત, કચ્છ ફરી એકવાર કંપી ઉઠ્યું
તારીખ – ૦૧ જુલાઈ ૨૦૨૫ – કચ્છના રાપર તાલુકાના શીરાનીવાંઢ ગામે એક માસૂમ બાળકીને અડપલાં કર્યા હોવાની ગંભીર ઘટના સામે આવી છે. માત્ર પાંચ વર્ષની બાળકી પર ૩૫ વર્ષીય શખ્સે બાવળની ઝાડીમાં લઈ જઈને અભદ્ર અડપલાં કર્યા હતા. બાળકી હાલ ઈજાગ્રસ્ત હાલતમાં છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, ઘટના તા. ૨૯ જૂનના રોજ સવારે આશરે ૯:૩૦ વાગ્યે ઘટી હતી, જ્યારે ખડીર તાલુકાની એક વાંઢમાં બાળકી કુદરતી હાજતે ગઈ હતી. આ દરમિયાન શીરીનીવાંઢનો પ્રભુ ઉર્ફે હગા નીલાભાઈ કોળી નામનો શખ્સ બાળકીને પાછળથી અનુસરી ગયો હતો અને તેને ઝાડીમાં લઈ જતો રહી જાતીય અડપલાં કર્યા હતા.
અંતર્ગત, બાળકીના ગુપ્ત ભાગે ઈજાઓ થતાં તેને સોજો આવતાં માતાને ઘટનાની જાણ થઈ હતી. માતાએ તાત્કાલિક ખડીર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
ખબર મળતાં પોલીસ તંત્ર હરકતમાં આવ્યું છે. આરોપી હાલ પલાયન છે, પરંતુ તેના વિરુદ્ધ પોકસો એક્ટ સહિત IPCની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
ખડીર પોલીસના પીઆઈ શ્રી એમ. એન. દવે મુજબ આરોપીની શોધખોળ માટે જુદા જુદા સ્થળોએ દરોડા કરવામાં આવી રહ્યા છે. બાળકીનો હાલ ચિકિત્સક તબીબી તાબે સારવાર હેઠળ છે.
લોકોમાં રોષ ફાટી નીકળ્યો..
શિણાયમાં સગીરાની સાથે હેવાનિયતના કેસને લઈ લોકોમાં રોષ હતો જ, ત્યારે હવે પાંચ વર્ષની બાળકી સાથે થયેલી હેવાનિયતના સમાચાર બહાર આવતા વાગડ પંથકમાં ચિંતાની લહેર ફેલાઈ ગઈ છે. લોકો વધુ સખત કાર્યવાહી અને ઝડપથી આરોપીની ધરપકડની માંગ કરી રહ્યા છે
અહેવાલ… વિશાલ ચૌહાણ એક ભારત ન્યુઝ
મો ન 9998340891