પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલ, હિંમતનગરમાં ઇન્વેસ્ટિચર સેરેમની ધામધૂમથી ઉજવાઈ
પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલ, હિંમતનગર ખાતે આજે ઇન્વેસ્ટિચર સેરેમનીનું આયોજન કરાયું, જેમાં વિદ્યાર્થીઓએ પોતપોતાના નવા હાઉસ માટે નિષ્ઠા અને સમર્પણની શપથ લીધી હતી ,
આ પ્રસંગે શાળાના પ્રિન્સિપાલ શ્રી અવિનાશ ઓઝાએ વિદ્યાર્થીઓને સંબોધિત કરતા કહ્યું કે, હાઉસ સિસ્ટમ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસમાં અગત્યની ભૂમિકા ભજવે છે.
વિદ્યાર્થીઓએ પોતાના હાઉસ માટે પ્રતિબદ્ધતા અને સમર્પણની શપથ લીધી. તેઓએ પોતપોતાના હાઉસના નામ અને ધ્વજના રંગો સાથે પોતાની ઓળખ બનાવી અને પરસ્પર સહયોગ સાથે કાર્ય કરવાનો સંકલ્પ કર્યો.
આ પ્રસંગ વિદ્યાર્થીઓ માટે યાદગાર અનુભવરૂપ સાબિત થશે એવી આશા છે અને તેઓ પોતાના હાઉસ પ્રત્યે નમ્રતા અને સમર્પણની ભાવના જાળવી રાખશે.
આ કાર્યક્રમના માધ્યમથી વિદ્યાર્થીઓમાં ટીમ વર્ક, અનુશાસન અને નેતૃત્વની ભાવનાઓને પ્રોત્સાહન મળશે.
તસવીર અહેવાલ … વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891