>
Thursday, July 31, 2025

દીવમાંથી ગુજરાતમાં બેફામ દારૂની હેરાફેરી: નવાબંદર પોલીસની ભૂમિકા શંકાના દાયરામાં

દીવમાંથી ગુજરાતમાં બેફામ દારૂની હેરાફેરી: નવાબંદર પોલીસની ભૂમિકા શંકાના દાયરામાં

 

ગીર સોમનાથ,જુલાઈ 3, 2025 કેન્દ્રશાસિત પ્રદેશ દીવમાંથી ગુજરાતમાં બેફામ રીતે દારૂની હેરાફેરી થતી હોવાના આક્ષેપો ઉઠી રહ્યા છે. ખાસ કરીને દીવને અડીને આવેલા ઉના તાલુકામાં આ પ્રવૃત્તિ વ્યાપક હોવાનું મનાય છે. સામાન્ય રીતે પ્રવાસીઓ અને સ્થાનિક નાગરિકોને પોલીસ દ્વારા ચેકિંગના નામે રોકવામાં આવે છે અને કાયદો વ્યવસ્થા જાળવવાનો દાવો કરવામાં આવે છે, પરંતુ નવાબંદર પોલીસ સ્ટેશન હેઠળની બંને ચેકપોસ્ટ પર આટલું કડક ચેકિંગ હોવા છતાં દારૂ ગુજરાતમાં કેવી રીતે પહોંચે છે તે એક મોટો પ્રશ્ન છે.મળતી માહિતી મુજબ, નવાબંદર પોલીસની ચેકપોસ્ટ પરથી માત્ર સામાન્ય પ્રજાને જ તપાસવામાં આવતી હોવાના આક્ષેપો છે, જ્યારે મોટા પાયે દારૂની હેરાફેરી થતી હોવા છતાં પોલીસ આંખ આડા કાન કરતી હોવાનું મનાય છે. અનેક વખત દારૂની હેરાફેરીના વીડિયો પણ વાયરલ થયા છે અને ખુલ્લેઆમ સૌ જાણે છે કે દીવમાંથી દારૂ ગુજરાતમાં પ્રવેશે છે. આમ છતાં નવાબંદર પોલીસના અધિકારીઓ અને ઉપરી અધિકારીઓની ચૂપકીદી અનેક શંકાઓને જન્મ આપી રહી છે.

વિવાદમાં રહેલી નાલિયા માંડવી ચેકપોસ્ટ પરથી લાખો રૂપિયાનો દારૂ ગુજરાતમાં ઘુસાડવામાં આવતો હોવાના પણ ચોંકાવનારા અહેવાલો સૂત્રો પાસેથી મળી રહ્યા છે. શું પોલીસ તંત્રને આ વિશે કોઈ જાણ નથી? આવા સવાલો હવે લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યા છે.આ સમગ્ર મામલે અરજદાર દ્વારા સ્ટેટ મોનિટરિંગ સેલ અથવા તો ગીર સોમનાથ જિલ્લા એસ.પી. દ્વારા જાતે તપાસ કરવામાં આવે તેવી પ્રબળ માંગ ઉઠી રહી છે. ગુજરાતના મુખ્યમંત્રીને પણ આ મામલે ઑનલાઇન અરજી કરવામાં આવી છે અને સ્ટેટ મોનિટરિંગ સેલ પાસે આની સઘન તપાસની માંગ કરવામાં આવી છે. જો આ આક્ષેપો સાચા ઠરશે, તો તે પોલીસ તંત્રની કામગીરી અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ પર ગંભીર પ્રશ્નાર્થ ઊભો કરશે અને જવાબદારો સામે કડક કાર્યવાહીની જરૂર પડશે.

 

એક ભારત ન્યૂઝ ઉના

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores