પાટણ પેટ્રોલપંપ મેનેજર પાસેથી 89 હજારની લૂંટ કરનાર 6 આરોપીના કોર્ટે રિમાન્ડ નામંજૂર કર્યા..
પાટણના ગદોસણ ગામ નજીક પેટ્રોલપંપ મેનેજર પાસેથી 89 હજારની લૂંટ કરનાર 6 આરોપીઓના કોર્ટે રિમાન્ડ નામંજૂર કર્યા…
આરોપીઓએ ફરિયાદીના દસ્તાવેજોવાળી બેગ કેનાલમાં ફેંકી,મેનેજર પાસેથી છરી બતાવીને 89 હજાર રૂપિયાની રોકડ લૂંટી હતી..
પોલીસે આરોપીઓને પાટણની જ્યુડિશિયલ કોર્ટમાં રજૂ કર્યા હતા. મેજિસ્ટ્રેટએ રિમાન્ડની માંગણી નામંજૂર કરી છે.
આરોપીઓએ ફરિયાદી પાસેથી લૂંટેલી બેગમાંથી રોકડ કાઢ્યા બાદ, તેમના આધાર કાર્ડ, પાન કાર્ડ, ચૂંટણી કાર્ડ અને અન્ય દસ્તાવેજો સાથેની બેગ કેનાલમાં ફેંકી દીધી હતી. પોલીસે કેનાલમાં તપાસ કરતા બેગ મળી નથી.
તપાસ દરમિયાન પોલીસે આરોપીઓ પાસેથી લૂંટની રકમ, બાઈક, રિક્ષા અને મોબાઈલ જપ્ત કર્યા છે.
બાબુજી પાસેથી 29 હજાર રોકડા અને 10 હજારનો ફોન, હિતેશજી પાસેથી 30 હજાર રોકડા, 25 હજારનું બાઈક અને 5 હજારનો ફોન મળ્યા છે. સંજય પાસેથી 30 હજારનું બાઈક અને બે મોબાઈલ ફોન, રાહુલ પાસેથી 5 હજારનો ફોન અને છરી તથા વિશાલ પાસેથી 5 હજારનો ફોન જપ્ત કરવામાં આવ્યા છે.લૂંટ પહેલાં આરોપીઓએ 10-11 દિવસ અગાઉ પાટણના રાજપુર બસ સ્ટેન્ડ પાસે મળીને યોજના બનાવી હતી.
તેમણે અલગ-અલગ સ્થળે ઊભા રહીને લૂંટ કરવાનું આયોજન કર્યું હતું. પોલીસે આ કેસમાં BNS કલમ 61(2)નો વધારો કરવાની મંજૂરી કોર્ટ પાસે માંગી છે.
અહેવાલ… વિશાલ ચૌહાણ એક ભારત ન્યુઝ
મો ન 9998340891