મહિલા સશક્તિકરણ નો છેદ
ગિર સોમનાથ જિલ્લા ના ઉના તાલુકાના ઝાંખરવાડા ગામે સરકાર ના નિયમો મુજબ હાલ મા સરપંચ તરીકે મહિલા અનામત હોય એ મુજબ સને 2021 મા મહિલા સરપંચ તરીકે શ્રીમતી જાહીબેન રામભાઇ ચારણીયા સરપંચ તરીકે ચુંટાઈ આવ્યા છે અને તારીખ 17/1/2022 ના રોજ સરપંચ તરીકે ચાર્જ સંભાળ્યો છે
ગુજરાત મા કુલ 18 હજાર ગામડા છે તે પૈકી 12 હજાર ગ્રામ પંચાયત અસ્તિત્વ ધરાવે છે જેમા ગુજરાત પંચાયત અધિનિયમ કાયદો 1993 ની જોગવાઇ મુજબ 50% ટકા ગ્રામ પંચાયત મા મહિલા સરપંચ છે પરંતુ કેટલીક પંચાયત મા મહિલા સરપંચ ની જગ્યા એ એના પતિ અથવા તેના પુત્ર વહિવટ ચલાવે છે જેથી સરકાર દ્વારા મહિલા સશક્તિકરણ નો છેદ ઊડી રહ્યો છે એવી જ રીતે ઉના તાલુકાના ઝાંખરવાડા ગ્રામ પંચાયત મા પણ મહિલા સરપંચ હોય બધોજ કારોબાર એમના પતિ રામભાઇ પાલાભાઇ ચારણિયા ચલાવે છે એ ખરેખર નિયમોનું ઉલ્લંઘન થાય છે છતાં તંત્ર આંખ આડા કાન કરી રહ્યા છે જેના ભાગરૂપે ગત તારીખ 5/6/2025 ના રોજ ગ્રામ સભા યોજાઇ હતી જેમાં સરપંચ શ્રી ની ખુરશી ઉપર સરપંચ પતિ રામભાઇ ચારણિયા બેસી ને ગ્રામ સભા લઈ રહ્યા છે એવા ફોટા પણ મેરી પંચાયત એપ્લિકેશન ઉપર ઓન લાઇન ડેટા એન્ટ્રી કરેલ છે આમ શું આ બાબતે સરકાર અજાણ હશે કે પછી સરપંચ પતિ ની મનમાની ચલાવી રહી છે વળી સરકાર દ્વારા મહિલા ઓને સરપંચ તરીકે અનામત આપી મહિલા ઓ પુરુષ સમોવડી બને તેવા પ્રયાસો કરવા મા આવે છે તેમ છતાં જો સરપંચ પતિ રામભાઇ ચારણિયા સરપંચ ની ખુરશી ઉપર બેસી ગ્રામ સભા અધ્યક્ષ પદ સોભાવે છે અને એ પણ સરકારી અધિકારી કર્મચારીઓ ની હાજરી માં તો શું આ બાબત પંચાયત અધિનિયમ કાયદો 1993 ની કલમ 57(1) નો છડે ચોક ભંગ થતો હોય તેમ છતાં તલાટી મંત્રી દ્રારા આ બાબતે નથી તાલુકા વિકાસ અધિકારીશ્રી ને રિપોર્ટ કરવા મા આવેલ કે નથી આ બાબતે કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી તો સુ પંચાયત અધિનિયમ મા સરપંચ પતિ ને આવો કોઈ અધિકાર સરકાર દ્વારા આપવામાં આવેલ હોય તો જાહેર જનતા ની જાણ માટે જાહેર કરવો જોઈએ પરંતુ ખાટલે મોટી ખોડ છે કે ગ્રામ વિસ્તારોમાં આ રીતે જ સરપંચ પતિ વહિવટ ચલાવે છે તો સરકાર ની મહિલા સશક્તિકરણ ની વાત માત્ર કાગળ ઉપર રહેશે હવે જોવાનું એ રહ્યું કે સ્થાનિક તંત્ર દ્વારા કેવા પગલાં લેવામાં આવશે
બ્યુરો રિપોર્ટ રમેશભાઇ વંશ ઉના