માટી, યોગ અને મસ્તી – ભુલકાઓ માટે વિશેષ દિવસ!
પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલની પોદાર પ્રેપ શાખા, હિંમતનગર ખાતે *”યોગ ઇન મડ ડે”* ની ઉત્સાહપૂર્ણ ઉજવણી કરવામાં આવી.
જેમાં નાના ભૂલકાઓએ યોગના મહત્વને સમજ્યું અને માટીમાં રમીને ખૂબ જ આનંદ માણ્યો. આ કાર્યક્રમમાં વાલીઓએ પણ ભાગ લીધો અને પોતાના બાળકો સાથે ઉમંગપૂર્વક જોડાઈ જતા ભુલકાઓનો ઉત્સાહ અનેકગણો વધ્યો.
માટી સાથે રમવાના લાભ:
માટી સાથે રમવાથી બાળકોના શારીરિક અને માનસિક વિકાસમાં મદદ મળે છે. તે તેમની સર્જનાત્મકતા અને કલ્પનાશક્તિને ઉઝાળે છે અને તેમને કુદરત સાથે જોડાવાનો અનોખો મોકો આપે છે.
આ પ્રસંગે શાળાના આચાર્યશ્રી શ્રી અવિનાશ ઓઝા સાહેબે હાજરી આપી તેમજ પોદાર પ્રેપના હેડ મિસ્ટ્રેસ શ્રીમતી માયાદેવી સોલંકીએ પણ બાળકો સાથે ઉત્સવનો આનંદ માણ્યો. કાર્યક્રમ શાળાના A.O. સાહેબ શ્રી પ્રતીકકુમાર પટેલના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક સંપન્ન થયો.
તસવીર અહેવાલ … વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891