ઉના શહેર થી વરુણ દેવ ના રુષણા
બપોર બાદ વેપારી આલમ એ બંધ પાળી વરુણ દેવ ને રિઝવવા કાઢી રેલી
ઉના શહેરમાં આજે વેપારી મંડળ ચેમ્બર ઓફ કોમર્સ તથા રાજકીય પદાધિકારીઓ ધારાસભ્ય શ્રી કાળુભાઇ રાઠોડ તથા નગરપાલિકા પ્રમુખ પરેશભાઇ બાંભણિયા તથા દરેક હોદેદારો ની હાજરી માં આજરોજ બપોર બાદ વેપારી મંડળ તથા વિવિધ ધંધાર્થી ઓ એ પોતાના ધંધા રોજગાર બંધ રાખી વરુણ દેવ ને રિઝવવા માટે રેલી યોજી હતી આ રેલી માં ઉના શહેર ના શિખર બંધ મંદિરો પર ધ્વજારોહણ કરવામાં આવેલ તેમજ રેલી માં ટ્રેક્ટર ની ટોલી મા ભજન મંડળીઓ દ્વારા ભજન કિર્તન સાથે રેલી નિકળી હતી અને આ રેલીમાં ધુન ભજન કિર્તન ની રમઝટ બોલાવી હતી આ રેલી માં ઉના ના ધારાસભ્ય શ્રી કાળુભાઇ રાઠોડ ખાસ ઉપસ્થિત હતા સાથે સાથે નગરપાલિકા પ્રમુખ પરેશભાઇ બાંભણિયા શહેર ભાજપ પ્રમુખ તથા વેપારી આગેવાનો ઉપસ્થિત રહી વરુણ દેવ ને પ્રાર્થના કરી હતી કે હવે ઉના શહેર તાલુકા માથે અમિદ્રષ્ટી કરો અને મન મુકીને વરસો
આમ ઉના નગરજનો એ વરુણ દેવ ને રિઝવવા માટે રેલી યોજી પ્રાર્થના કરી હતી. બ્યુરો રિપોર્ટ…. રમેશભાઇ વંશ ઉના