“વિકસિત ભારતનો અમૃત કાળ – સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણના ૧૧ વર્ષ”
“વરિષ્ઠ નાગરિકોની સ્વાસ્થ્ય સુરક્ષાનો સેવાયજ્ઞ એટલે આયુષ્માન વય વંદના કાર્ડ”
આજ રોજ સાબરકાંઠા અરવલ્લી લોકસભાના લોકપ્રિય સાંસદ શ્રીમતી શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયા જીએ પાર્ટીના હોદ્દેદારશ્રીઓ સાથે ઉપસ્થિત રહી તલોદ તાલુકાના ટીંબા તળાવ ગામ ખાતે ૭૦ વર્ષથી વધુ વયના વડીલોની નોંધણી કરી સ્થળ પર જ આયુષ્માન કાર્ડ કાઢી આપ્યા.
મોદી સરકાર ‘આયુષ્માન વય વંદના કાર્ડ’ યોજના દ્વારા વરિષ્ઠ નાગરિકોનું સ્વાસ્થ્ય કલ્યાણ સુનિશ્ચિત કરી રહી છે.
આ કાર્યક્રમમાં સાંસદશ્રી સાથે તલોદ તાલુકા ભાજપ પ્રમુખ શ્રી કનકસિંહ ઝાલા, APMC ચેરમેન શ્રી સંજયભાઈ પટેલ,તાલુકા સદસ્ય શ્રી દિલીપીભાઈ,સરપંચશ્રી, સભ્યશ્રીઓ,સ્થાનિક આગેવાનો,પાર્ટીના હોદ્દેદારશ્રીઓ અને કર્મઠ કાર્યકર્તાઓ હાજર રહ્યા.
તસવીર અહેવાલ.. વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891