ઉના તાલુકાના દેલવાડા ગામે મહોરમ પર્વની ઉજવણી
આજરોજ ઉના તાલુકાના દેલવાડા ગામે કરબલા ની શહાદત ની યાદ મા મહોરમ પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી છે આજરોજ રાત્રે દેલવાડા ખાતે તાજીયા પડમાં આવ્યા હતા આ તાજીયા બનાવવા મા મમુદશા બાપુ તથા મદનીભાઇ શેખ એ ભારે જહેમત ઉઠાવી હતી આજે તાજીયા પડમાં આવતા મુસ્લિમ બિરાદરો એ પરંપરાગત ચોકારો લીધો હતો સાથે સાથે તમામ લોકો એ તાજીયા ના દિદાર કરી ધન્યતા અનુભવી હતી આ પ્રસંગે વિવિધ સંસ્થાઓ દ્વારા સરબત ચા ઠંડા પિણા અને પાણી ના પરબો ખોલવા મા આવેલ તથા વિવિધ સંસ્થા ના આગેવાનો એ ખાસ હાજરી આપી હતી બ્યુરો રિપોર્ટ રમેશભાઇ વંશ ઉના