ઉના તાલુકાના દેલવાડા ગામે યોજાનાર તુલસી વિવાહ પ્રસંગ નો આજ થી શુભારંભ પ્રથમ વિધી ના ભાગરૂપે માં તુલસી જી નુ શાસ્ત્રોક્ત વિધિ અનુસાર રોપણ……..
ઉના તાલુકાના દેલવાડા ગામે આગામી નવેમ્બર માસમાં તુલસી વિવાહ યોજાનાર છે જેના ભાગરૂપે આજરોજ શ્રી રાધે ક્રિષ્ના ગૌ મંદિર ખાતે તુલસી રોપણ પ્રસંગ ઉજવવામાં આવેલ હતો
આ પ્રસંગે જે રામપરા ગામે થી ઠાકોર જી ની જાન આવવાની છે એ ગામ ના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા સાથે સાથે દેલવાડા ગામ ના દરેક ધુન મંડળ ના બહેનો દ્વારા ભજન કીર્તન ધુન ની રમઝટ બોલાવી હતી આજ ના પ્રસંગ મા માતાજી તુલસીજી નુ વેદોક્ત મંત્રોચ્ચાર કરી દેલવાડા ગામ ના વિદ્વાન શાસ્ત્રી ભરતભાઇ જોશી એ વિધિ કરવામાં આવી હતી તથા આ તુલસી વિવાહ ના યજમાન શ્રી રાધે ક્રિષ્ના ચેરીટેબલ ટ્રસ્ટ તથા શ્રી રાધે ક્રિષ્ના ગૌ મંદિર દ્રારા આગવી સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે આવેલા મહેમાનોને આવકારવા આવ્યા હતા તેમજ આ પ્રસંગે ખડા ગામ થી રામજી મંદિર ના મુખ્ય પુજારી એ ખાસ ઉપસ્થિત રહી હાજરી આપી હતી તેમજ દેલવાડા ગામ ના ચેમ્બર ઓફ કોમર્સ ના પ્રમુખ શ્રી તથા જાણિતા એડવોકેટ શ્રી વિમલભાઈ બ્રહ્મભટ્ટ પણ ઉપસ્થિત રહ્યા હતા આ તુલસી વિવાહ પ્રસંગ ના આ પ્રથમ કાર્યક્રમ નિમિત્તે રાધે ક્રિષ્ના ગૌ મંદિર દ્રારા ચા પાણી નાસ્તા ની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી આ સાથે રાધે ક્રિષ્ના ગૌ મંદિર ના કલ્પેશભાઈ બારોટ મહેશભાઇ બાંભણિયા ચંદ્રેશભાઇ તથા યશ શિગડ ભરતભાઇ સહિત ના સેવકો એ આગવી સેવા આપી હતી. આમ આજ ના કાર્યક્રમ મા વિશાળ સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ….. રમેશભાઇ વંશ ઉના
ઉના તાલુકાના દેલવાડા ગામે યોજાનાર તુલસી વિવાહ પ્રસંગ નો આજ થી શુભારંભ પ્રથમ વિધી ના ભાગરૂપે માં તુલસી જી નુ શાસ્ત્રોક્ત વિધિ અનુસાર રોપણ..
અન્ય સમાચાર