તલોદ પો.સ્ટે વિસ્તારમાં બલેનો તથા પાઇલોટીંગની અલ્ટો ગાડી માંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ/ટીન નંગ- ૧૧૩૦ કિ. રૂ.૫,૦૮,૪૭૫/- તથા મોબાઇલ ફોન નંગ-૨ કિ.રૂ.૧૪,૦૦૦/- તથા અલ્ટો ગાડી કિ.રૂ.૨,૦૦,૦૦૦/- તથા બલેનો ગાડી કિ.રૂ.૪,૦૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૧૧,૨૨,૪૭૫/-નો પ્રોહી મુદ્દામાલ પકડી પાડતી, સાબરકાંઠા લોકલ ક્રાઇમ બ્રાન્ચ
નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ ગાંધીનગર વિભાગ ગાંધીનગર તથા પોલીસ અધિક્ષક શ્રી વિજય પટેલ સાહેબ, સાબરકાંઠા નાઓએ સાબરકાંઠા જીલ્લામાં દારૂની ગેરકાયદેસર પ્રવૃતિ અટકાવી નેસ્તનાબૂદ કરવા અસરકારક કામગીરી કરવા કરેલ સુચના આધારે શ્રી એસ.એન.કરંગીયા, પો.ઈન્સ. એલ.સી.બી. નાઓએ સતત માર્ગદર્શન અને સુચના પુરી પાડેલ જેના ભાગ રૂપે એલ.સી.બી.સ્ટાફના શ્રી ડી.સી.પરમાર, પો.ઈન્સ. એલ.સી.બી. નાઓની રાહબરી હેઠળ આવા ગુન્હાઓ શોધી કાઢવા ASI દેવુસિંહ, HC વિનોદભાઈ, કલ્પેશકુમાર, નિરીલકુમાર, PC પ્રહર્ષકુમાર, હિમાંશુ, દર્શન, ડ્ર1.PC જતીનકુમાર, ઇન્દ્રજીતસિંહ Tec. ASI હિમાંશુરાજ વિગેરે સ્ટાફના માણસોની ટીમ બનાવેલ.
ઉપરોક્ત ટીમના માણસો તલોદ પો.સ્ટે. વિસ્તારમાં પ્રોહી અંગે વોચ તપાસમાં હતા તે દરમ્યાન HC નિરીલકુમાર નાઓને બાતમી હકીકત મળેલ કે “એક સફેદ કલરની મારૂતી સુઝુકી કંપનીની બલેનો ગાડી નંબર GJO1WU3343 માં વિદેશીદારૂ ભરી રાજસ્થાન બાજુથી નીકળેલ છે અને તે ગાડી ધનસુરા પાસ કરી રોઝડ થઈ બડોદરા થઇ ઉજેડીયા થઇ અમદાવાદ તરફ જનાર છે જે ગાડીનું પાઇલોટીંગ સફેદ કલરની મારૂતી સુઝુકી કંપનીની અલ્ટો ગાડી નંબર GJ31BA7839 ની કરે છે ” જે બાતમી હકીકત આધારે રોઝડ ચાર ખાતે સદર ગાડીઓની વોચમાં હતા દરમ્યાન ધનસુરા બાજુથી બાતમીમાં જણાવેલ અલ્ટો ગાડી બડોદરા તરફના રોડે નીકળેલ દરમ્યાન દારૂ ભરેલ બલેનો ગાડી આવતાં તેને સરકારી તથા બીજા વાહનો દ્વારા આડાશ કરી રોકવાનો પ્રયત્ન કરતાં તેના ચાલકે નાકાબંધી તોડી બડોદરા તરફના રોડે ગાડી ભગાડેલ જેથી તલોદ પો.સ્ટે. આ અંગે જાણ કરી એ.એસ.આઇ. ભગવતસિંહ તથા અ.પો.કો. જીજ્ઞેશસિંહ, ઇન્દ્રજીતસિંહ દવારા બડોદરા વહાણવટી સિકોતર માતાના મંદિર નજીક મેશ્વો નદી ના પુલ નજીક નાકાબંધી કરતા અલ્ટો ગાડીના ચાલક મુકેશભાઈ ઉર્ફે મોગલી મંગલભાઈ રાઠોડ રહે.મહાત્માગાંધી નગર, સુભાષનગર, કુબેરનગર, અમદાવાદ વાળાને પકડી પાડેલ અને બલેનો ગાડીનો ચાલક ભાગી ગયેલ હોઈ જેથી બલેનો ગાડીમાં જોતા ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો ભરેલ હોઈ, બોટલ ટીન/નંગ-૧૧૩૦ કિ. રૂ.૫.૦૮,૪૭૫/- તથા મોબાઈલ ફોન નંગ-૨ કિ.રૂ.૧૪,૦૦૦/- તથા અલ્ટો ગાડી કિ.રૂ.૨,૦૦,૦૦૦/- તથા બલેનો ગાડી કિ.રૂ.૪,૦૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૧૧,૨૨,૪૭૫/ નો મુદ્દામાલ મળી આવતાં તપાસ અર્થે કબ્જે કરી આરોપીઓ વિરુધ્ધ તલોદ પોલીસ સ્ટેશન ખાતે ધી ગુજરાત પ્રોહિ એકટ ક.૬૫(એ)(ઈ) વિગેરે મુજબનો પ્રોહી કેસ કરી આગળની વધુ તપાસ તલોદ પો.સ્ટે. ખાતે સોપવામાં આવેલ છે.અહેવાલ = એક ભારત ન્યૂઝ